ઈજિપ્તમાં અલ-સીસી ફરી વાર રાષ્ટ્રપતિ બન્યા

સીસીને 92% ટકા વોટ મળ્યા

International Desk | Updated - Mar 30, 2018, 02:35 AM
Al-sisi Became Egypts Prsident Again

કાહિરા: ઈજિપ્તની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અબ્દુલ ફતેહ અલ સીસીએ ફરી એક વાર મોટી જીત મેળવી છે. સોમવારથી બુધવાર સુધી થયેલા મતદાનમાં સીસીને 92 % મત મળ્યા છે. બીજી તરફ તેમના પ્રતિસ્પર્ધી મૂસા મુસ્તફા મૂસાને 7.21 લાખ વોટ જ મળ્યા છે. સરકારી અખબાર અલ-અહરામે કહ્યું કે, 6 કરોડ મતદારોમાંથી લગભગ 2.3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. દેશના ચૂંટણીપંચે મતદાન નહીં કરનારાઓને 2000નો દંડ ફટકારવાની ઘોષણા કરી હતી અને ત્યાર બાદ મતદાન કરવા માટેની સમયાવધિમાં એક કલાકનો વધારો કર્યો હતો.

ગૌરવની વાત છે કે, પાછલી 2014ની ચૂંટણીઓમાં અલ સીસી વામ પંથી પ્રતિસ્પર્ધી સામે 96.9 ટકા વોટથી જીત્યા હતા. ઈજિપ્તમાં થયેલી આ ત્રીજી રાષ્ટ્રપતિ ચૂંટણી છે. 2011માં અરબ સ્પ્રિંગ પ્રોટેસ્ટમાં રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકને પદથી હટાવાયા હતા.

X
Al-sisi Became Egypts Prsident Again
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App