Home » International News » Latest News » International » Amazons Alexa makes it randomly laugh, scares users

અડધી રાત્રે આવ્યો અવાજ, 'સારો મોકો છે, આજે રાત્રે જ તારી હત્યા કરી દેવી જોઇએ'

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 05:03 PM

આ વ્યક્તિ સૂઇ રહ્યો હતો ત્યારે અચાનક જ તેને અટ્ટહાસ્યનો અવાજ સંભળાવવા લાગ્યો

 • Amazons Alexa makes it randomly laugh, scares users
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  રોબોટ્સ પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વ્યક્તિ પર હુમલાઓ કરવાની વાત કરી રહ્યા છે

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સોફિયાના રૂપમાં વિશ્વની સામે પહેલો એવો રોબોટ છે, જેની પાસે એક દેશની નાગરિકતા છે. છેલ્લાં થોડાં સમયમાં જ સોફિયા અનેકવખત સમાચારમાં ઝળકી છે. પોતાની ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દમ પર સોફિયા અનેક સ્થળે સ્પીચ પણ આપી ચૂક્યું છે. નજીકના ભવિષ્યમાં સોફિયાની માફક જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સુસજ્જિત અને રોબોટ્સ પણ વિશ્વમાં જોવા મળશે. અહીં આવા જ કેટલાંક રોબોટ્સ અંગે વાત કરીશું. હોલિવૂડ, બોલિવૂડ સહિત અન્ય ભાષાની સિનેમામાં અનેક એવી ફિલ્મો બની ગઇ છે, જેમાં વ્યક્તિ અને રોબોટ્સ વચ્ચે લડાઇ જોવા મળે છે. હાલના દિવસોમાં જ રોબોટ તરફથી અનેક ડરામણાં સમાચારો પણ સાંભળવા મળે છે. જેમાં રોબોટ્સ પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વ્યક્તિ પર હુમલાઓ કરવાની વાત કરી રહ્યા છે.

  ... આજે રાત્રે તારી હત્યા કરી દેવાનો યોગ્ય અવસર છે

  - હાલમાં જ એક મોટી કંપનીના ડિજીટલ આસિસ્ટન્સે કંઇક આવું જ કર્યુ, જેણે યૂઝરને ડરાવી મુક્યો.
  - ઉલ્લેખનીય છે કે, ડિજીટલ આસિસ્ટન્ટમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
  - એક યૂઝરે ટ્વીટર હેન્ડલ પર જાણકારી આપી કે, જ્યારે તે રાત્રે સૂઇ રહ્યો હતો, ત્યારે તેના ડિજીટલ આસિસ્ટન્ટમાંથી અચાનક જ જોરજોરથી હસવાનો અવાજ આવવા લાગ્યો.
  - ત્યારબાદ અવાજ આવ્યો - 'આ સારો મોકો છે, આજે રાત્રે જ તારી હત્યા કરી નાખવી જોઇએ!' યૂઝર ખરાબ રીતે ડરી ગયો.
  - બુધવારે 7 માર્ચના રોજ કંપનીએ જણાવ્યું કે, તેમના ડિજીટલ આસિસ્ટન્ટમાં બગ આવી ગયો છે, જેને તેઓ ઠીક કરવાની કોશિશ કરી રહ્યા છે.
  - આ જ બગના કારણે ડિજીટલ આસિસ્ટન્ટમાંથી હસવા કે અટ્ટહાસ્ય જેવી અજીબ પ્રતિક્રિયા થાય છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે AI? શું મનુષ્યો માટે ખરેખર જ જોખમ બનશે રોબોટ્સ...

 • Amazons Alexa makes it randomly laugh, scares users
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફિલ્મ 'રોબોટ'નું એક દ્રશ્ય

  ફિલ્મી રોબોટ્સના મનુષ્યો પર હુમલા


  - તમે સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ રોબોટ (એનથિરન) તો ચોક્કસ જોઇ હશે. આ ફિલ્મમાં ચિઠ્ઠી નામના રોબોટને વૈજ્ઞાનિક વશિકરણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે રજૂ કરે છે. પરંતુ એક અન્ય વૈજ્ઞાનિક ચિઠ્ઠીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે છેડછાડ કરીને ચિઠ્ઠીને ખતરનાક બનાવી દે છે. 
  - ધીરેધીરે આ રોબોટ મનુષ્યોનો દુશ્મન બની જાય છે. તમામ સુરક્ષા વ્યવસ્થા મળીને પણ ચિઠ્ઠીનો મુકાબલો નથી કરી શકતી. 
  - આવું જ કેટલીક હોલિવૂડ ફિલ્મોમાં પણ બન્યું છે. 'ટર્મિનેટર સીરિઝ'ની ફિલ્મો તેમાં મુખ્ય છે. 'ધ મેટ્રિક્સ' અને 'એઆઇ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' જેવી ફિલ્મોને પણ આ જ શ્રેણીમાં રાખી શકાય છે. આ એવી ફિલ્મો છે જેમાં રોબોટને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મળે છે અને પછી તે મનુષ્યોના નિયંત્રણની બહાર થઇ જાય છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું મનુષ્યો માટે જોખમ બનશે રોબોટ્સ...

 • Amazons Alexa makes it randomly laugh, scares users
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડિજીટલ આસિસ્ટન્ટમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે.

  તો શું મનુષ્યો માટે જોખમ બની જશે રોબોટ? 

   

  - હવે સવાલ એ છે કે, શું ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દમ પર રોબોટ મનુષ્યોના નિયંત્રણની બહાર જઇ શકે છે? જો આનો જવાબ ફિલ્મોમાં શોધીશું તો જવાબ હા છે. 
  - એટલું જ નહીં, પ્રખ્યાત સ્પેસ સાયન્ટિસ્ટ સ્ટીફન હોકિન્સ અને હાલમાં જ મંગળ ગ્રહ માટે પોતાની એક કાર મોકલનાર ઉદ્યોગપતિ એલન મસ્કને પણ રોબોટ પાસેથી આવા જ જોખમનો અનુભવ થઇ રહ્યો છે. 
  - કદાચ આ જ કારણ છે કે, તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને માનવ સભ્યતા માટે જોખમ ગણી રહ્યા છે. 
  - જો કે, અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે, રોબોટના જોખમને વધારીને કહેવામાં આવે છે. પરંતુ હાલના દિવસોમાં જ રોબોટ્સ એવી અનેક મોટી ભૂલો કરી ચૂક્યા છે, જેનાથી લોકોના મનમાં ડર વધી રહ્યો છે. 
  - જો કે, રોબોટ્સ અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નજીકના ભવિષ્યમાં માનવ સભ્યતા માટે જોખમ સાબિત થાય, તેવું ખૂબ જ ઓછા લોકો માને છે. પરંતુ હાલમાં જ થયેલી કેટલીક ઘટનાઓમાં તામમને ભવિષ્ય પ્રત્યે ચોક્કસથી ડરાવી દીધા છે. 


  આગળની સ્લાઇડ્સમાં જાણો, જ્યારે સોફિયાએ કહ્યું, મનુષ્યોને ખતમ કરી દઇશ...

 • Amazons Alexa makes it randomly laugh, scares users
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોતાની ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દમ પર સોફિયા અનેક સ્થળે સ્પીચ પણ આપી ચૂકી છે

  જ્યારે સોફિયાએ કહ્યું, મનુષ્યોને ખતમ કરી દઇશ 


  - હાલના દિવસોમાં રોબોટ સોફિયા ખૂબ જ પ્રખ્યાત થઇ છે. 
  - સાઉદી અરેબિયા પહેલો એવો દેશ છે જેણે રોબોટ સોફિયાને પોતાના દેશની નાગરિકતા આપી છે. હાલમાં જ સોફિયા ભારત આવી હતી. 
  - અંદાજિત બે વર્ષ પહેલાં ટેક્સાસના એક શોમાં એન્કરે મજાકમાં સોફિયાને પૂછ્યું હતું કે, શું તે મનુષ્યોને ખતમ કરવા ઇચ્છે છે? તેનો જે જવાબ સોફિયાએ આપ્યો તે ચોંકાવનારો હતો. 
  - સોફિયાએ કહ્યું 'ઓકે, હું મનુષ્યોને ખતમ કરી દઇશ.' જો કે, એ સ્પષ્ટ નથી થયું કે, આ મજાક હતો કે, કોઇ ટેક્નિકલ ખરાબી. 

   

  આગળની સ્લાઇડમાં જાણો શું છે AI?...

 • Amazons Alexa makes it randomly laugh, scares users
  ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ફેસબુક સહિત તમામ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી છે.

  મનુષ્યોની મદદ કરશે AI


  - એઆઇ એટલે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નજીકના ભવિષ્યમાં મનુષ્યોની મદદ કરતી જોવા મળશે. 
  - ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ફેસબુક સહિત તમામ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી છે. 
  - તે સ્વયંસંચાલિત કાર તરીકે પણ સામે આવી શકે છે. આજે અનેક કંપનીઓ આવી કાર બનાવવાનું કામ કરી રહી છે, જેમાં ડ્રાઇવર નહીં હોય અને તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સહારે ચાલશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ