IVFથી પ્રેગ્નન્સી નહીં રહેતા, અંતે સૌથી વિવાદાસ્પદ ટ્રીટમેન્ટથી આપ્યો 3 બાળકોને જન્મ

છેલ્લી ટ્રીટમેન્ટ કામ કરી ગઇ અને 46 વર્ષની ઉંમરે સારાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો.

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 01:30 PM
સારા વાયર્ડ તેની ત્રણ બાળકીઓ સાથે
સારા વાયર્ડ તેની ત્રણ બાળકીઓ સાથે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સારા વાયર્ડ માતા બનવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર હતી. યુકેમાં રહેતા સારા અને તેના પતિ માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હતા. અંતે આ પતિ-પત્નીએ પોતાના ફેમિલીની આશા છોડી દીધી. સારાના ડોક્ટરે છેલ્લી વખત તેને સૌથી વિવાદાસ્પદ આઇવીએફ ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપી. આ ટ્રીટમેન્ટ હતી મરઘીના ઇંડાના પીળા ભાગને ઇન્જેક્શનમાં ભરીને સારાને આપવામાં આવે. તમામના આશ્ચર્ય વચ્ચે આ છેલ્લી ટ્રીટમેન્ટ કામ કરી ગઇ અને 46 વર્ષની ઉંમરે સારાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો. આજે સારા ચાર્લોટ, ઇમિલી અને એલિઝાબેથ એમ ત્રણ દીકરીઓની માતા છે.

અંતિમ ટ્રીટમેન્ટે કર્યુ સપનું પૂર્ણ


- સારા અને માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કરાવતા હતા અને તે તમામ નિષ્ફળ રહી હતી.
- અંતે થાકીને તેઓએ સૌથી વિવાદાસ્પદ ફર્ટીલિટી થેરાપી લેવાનો વિચાર કર્યો. જો આ થેરાપી પણ નિષ્ફળ જાય તો ક્યારેય બાળક માટે પ્રયત્નો ના કરવા.
- આ ખાસ પ્રકારની થેરાપીમાં સારા વિયાર્ડને મરઘીના ઇંડાના પીળા ભાગનું ઇન્જેક્શન આપવામાં આવ્યું.
- નસીબજોગે એગ આઇવીએફ ટ્રીટમેન્ટ કામ કરી ગઇ અને આજે તે ત્રણ સ્વસ્થ બાળકીઓની માતા છે.

5 વર્ષનો સંઘર્ષ ફળ્યો


- સારાએ કહ્યું, 'આ કોઇ ચમત્કારથી કમ નથી. ખાસ કરીને એવા સમયે જ્યારે તમે બધી જ આશા છોડી દીધી હોય.'
- 'મેં જ્યારે મારાં બાળકોને પહેલીવાર હાથમાં લીધા તે જીવનની સૌથી અદભૂત ક્ષણ હતી. 5 વર્ષનો સંઘર્ષ આખરે ફળ્યો. હવે હું ત્રણ બાળકોની માતા છું.'
- 46 વર્ષીય સારાના પતિ માઇકલ (51)એ બાળક માટે નસબંધીનું ઓપરેશન ખોલાવી દીધું હતું અને તેઓ 2009થી બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
- એક વર્ષ સુધી કુદરતી રીતે બાળક લાવવાની પ્રોસેસમાં કોઇ સફળતા નથી મળતાં તેઓએ નોર્થમ્પટોનમાં આવેલા કેર ફર્ટિલિટી ક્લિનિકમાં પહેલીવાર IVF ટ્રીટમેન્ટ લીધી.

આગળની સ્લાઇડમાં જાણો, શા માટે સારાની તમામ આઇવીએફ ટ્રીટમેન્ટ નિષ્ફળ રહી, શું છે એગ યોર્ક ટ્રીટમેન્ટ?

સારા અને માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હતા.
સારા અને માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હતા.

એક પછી એક તમામ પ્રયાસો થયા નિષ્ફળ 


- પ્રથમ આઇવીએફ નિષ્ફળ જતાં આ કપલ દુઃખી થઇ ગયું. ત્યારબાદ તેઓએ ફ્રોઝન ગર્ભથી બાળક લાવવાના ત્રણ પ્રયત્નો કર્યા પણ આ ટ્રીટમેન્ટમાં પણ તેઓને નિષ્ફળતા જ હાથ લાગી. 
- સારાએ કહ્યું કે, આ ઘટનાઓ ખૂબ જ દુઃખદ હતી. દરેક વખતે અમે નવી ટ્રીટમેન્ટ સાઇકલ શરૂ કરતા. તેની સાથે જ અમારી આશાઓ અને સપનાંઓ જોડાઇ જતા હતા. પરંતુ અમને નિષ્ફળતા અને નિરાશા જ હાથ લાગી. 
- આઇટી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતાં સારા અને માઇકલે પાંચમી આઇવીએફ ટ્રીટમેન્ટ માટે લંડન ગયા. જ્યાં ફ્રેશ ગર્ભનો ઉપયોગ કરવામાં આવ્યો. 


મરઘીના ઇંડાનું ઇન્જેક્શન રહ્યું સફળ 


- ફ્રેશ ગર્ભનો અર્થ થતો હતો સારા વાયર્ડને મરઘીના ઇંડાનો પીળો ભાગ ઇન્જેક્શનમાં ભરીને આપવામાં આવે. 
- વિદેશમાં આ સૌથી વિવાદાસ્પદ આઇવીએફ સર્જરી છે. ઇંડાના પીળા ભાગને સ્ત્રીની નસમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. 
- સારાએ કહ્યું, મેં આ પહેલાં મરઘીના ઇંડાના ઇન્જેક્શન લેવા વિશે અને તેનાથી બાળકો થવા અંગેની ટ્રીટમેન્ટ વિશે સાંભળ્યું નહતું. પરંતુ બાળક માટે હું છેલ્લીવાર આ ટ્રીટમેન્ટ લેવા માટે પણ તૈયાર થઇ ગઇ. 
- હું છેલ્લાં 5 વર્ષથી પ્રેગ્નન્સી માટે પ્રયત્નો કરતી હતી. મને એ પણ ખ્યાલ નહતો કે આ ટ્રીટમેન્ટ પણ નિષ્ફળ ગઇ તો મારી અને મારાં પતિની માનસિક સ્થિતિ શું હશે. 
- સારાએ ટ્રીટમેન્ટની શરૂઆતમાં આ ઇન્જેક્શન લીધા અને પછી તેના શરીરમાં ગર્ભ મુકવામાં આવ્યો. 
- ત્રણ અઠવાડિયામાં જ ડોક્ટરોએ જણાવ્યું કે, સારાનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટીવ છે. પરંતુ પ્રેગ્નન્સીના થોડાં અઠવાડિયા પછી ડોક્ટરોએ નોંધ્યું કે, સારાનો ગર્ભ યોગ્ય જગ્યાએ વિકસિત નથી રહ્યો. બાળકનો મૂળ જગ્યા કરતાં બહારની જગ્યાએ વિકાસ થઇ રહ્યો છે. 
- સારાએ કહ્યું કે, આ સમાચાર પણ હૃદય કંપાવી દે તેવા જ હતા. મેં આ પહેલાં પણ અનેક વખત નિષ્ફળતાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ આ વખતે અમે લોકો વધારે ગભરાઇ ગયા. 

 

સારા અને માઇકલ વાયર્ડની મુશ્કેલીઓ આટલેથી અટકતી નહતી, પ્રેગ્નન્સી રહ્યા બાદ કઇ મુશ્કેલી આવી? જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 

 

ચાર્લોટ, ઇમિલી અને એલિઝાબેથ
ચાર્લોટ, ઇમિલી અને એલિઝાબેથ

પહેલીવાર હેન યોર્ક નિષ્ફળ જતાં ફરીથી કરાવી આ ટ્રીટમેન્ટ

 
- ડોક્ટરોએ ગર્ભના વિકાસ વિશે સમાચાર આપ્યા છતાં અમે લોકો ખુશ હતા. પરંતુ અમારી આ ખુશી લાંબા સમય સુધી ના ટકી. 
- અમારે ફરી એકવાર હેન યોર્ક આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવવી પડી. બીજી વખતની ટ્રીટમેન્ટ માત્ર સફળ જ ના રહી, પણ ડોક્ટરોએ હું ત્રિપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને એકસાથે જન્મ આપવાની છું તેવું કહ્યું. 
- આજે મારી ત્રણેય બાળકીઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.  

 

X
સારા વાયર્ડ તેની ત્રણ બાળકીઓ સાથેસારા વાયર્ડ તેની ત્રણ બાળકીઓ સાથે
સારા અને માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હતા.સારા અને માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હતા.
ચાર્લોટ, ઇમિલી અને એલિઝાબેથચાર્લોટ, ઇમિલી અને એલિઝાબેથ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App