પ્રારંભ / અબુધાબી કોર્ટે હિન્દીને ત્રીજી સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો

Abudhabi court inculed hindi as third official court language
X
Abudhabi court inculed hindi as third official court language

  • યુએઈની કુલ 94 લાખ જનસંખ્યામાં 26 લાખ ભારતીય 
  • અબુધાબી ન્યાયિક વિભાગનો હેતુ ન્યાયિક પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો છે.

Divyabhaskar

Feb 10, 2019, 05:05 PM IST
દુબઈઃ ઐતિહાસિક નિર્ણયમાં અબુધાબીમાં હિન્દીને કોર્ટમાં ત્રીજી સત્તાવાર ભાષાનું સ્થાન આપ્યં છે. અહીંની કોર્ટમાં અરબી અને અંગ્રેજી ભાષાને પણ સત્તાવાર ભાષાનું સ્થાન મળ્યુ છે. ન્યાયાતંત્રએ આ નિર્ણય ન્યાયમાં પારદર્શિતા લાવવા માટે કર્યો છે. 

અરબી, અંગ્રેજી પછી હિન્દીને પણ સત્તાવાર ભાષાનું સ્થાન મળ્યુ

અબુધાબીનાં ન્યાયિક વિભાગે શનિવારે કહ્યું કે, કામદારોનાં મામલામાં અમે અરબી અને અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ નિવેદન, દાવા અને અપીલ દાખલ કરવાની શરૂઆત કરી છે. 
ન્યાયતંત્ર વિભાગે કહ્યું કે, અમારું લક્ષ્ય હિન્દી ભાષીઓને કાયદાની પ્રક્રિયા શીખવામાં મદદ કરવાનું છે. આ ઉપરાંત તેમના અધિકારો અને કર્તવ્યોને ભાષાકીય અવરોધો વગર સમજાવવાનું છે.
હિન્દી ભાષીઓને અબુધાબી ન્યાયિક વિભાગની સત્તાવાર વેબસાઈટનાં આધારે રજિસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલ્બધ કરાવાઈ રહી છે. ભારતીય સમુદાયની વસ્તી 26 લાખ છે. 
 
અબુધાબી ન્યાયિક વિભાગનાં અંડર સેક્રેટરી યુસુફ સઈદ અલ આબરી ઘણી ભાષાઓમાં અરજીઓ, આરોપો અને અપીલોને સ્વીકારવા પાછળ અમારો હેતુ 2021ના ભવિષ્યનાં આયોજનને ધ્યાનમાં રાખી તમામ માટે ન્યાય વ્યવસ્થાને પ્રસારિત કરવાનું છે. અમે ન્યાયિક વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માંગીએ છીએ. 
આબરીએ જણાવ્યું કે, શેખ મંસૂર બિન જાયદ અલ નાહ્યાન, ઉપ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનાં મામલાનાં મંત્રી અને અબુધાબી ન્યાયિક વિભાગનાં અધ્યક્ષનાં આદેશો પર ન્યાયિક વ્યવસ્થામાં ઘણી ભાષાઓને સામેલ કરવામાં આવી છે. 
દ્વિભાષી કાયદાકીય વ્યવસ્થાનું પહેલુ ચરણ નવેમ્બર 2018માં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ વ્યવસ્થા હેઠળ જો અરજદાર નાગરિક સિવિલ અને વાણિજ્યિક બાબતોમાં વિદેશી હોય તો વકીલે કેસનાં દસ્તાવેજોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવુ પડશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી