ફેસબુક ડેટાની સંભવિત લાભાર્થી કોંગ્રેસ જ છેઃ આરોપી કંપની જાણભેદૂનો ઘટસ્ફોટ

ભારતમાં કોંગ્રેસ એનાલિટિકાના ક્લાયન્ટ હતા અને કોંગ્રેસના કેટલાંક પ્રોજેક્ટ્સ એનાલિટિકાએ પુરાં કર્યા છેઃ ક્રિસ્ટોફર વાયલી

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 08:05 PM
વાયલીએ યુકે લૉમેકરને આપેલી જુબાનીમાં કેમ્બ્રિજે ભારતની કોંગ્રેસ પાર્ટી પણ સાથે કામ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. (ફાઇલ)
વાયલીએ યુકે લૉમેકરને આપેલી જુબાનીમાં કેમ્બ્રિજે ભારતની કોંગ્રેસ પાર્ટી પણ સાથે કામ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેમ્બ્રિજ એનાલિટિકાના ભૂતપૂર્વ કર્મચારી અને ડેટા લીક મુદ્દે વ્હિસલ બ્લોઅર બનેલા ક્રિસ્ટોફર વાયલીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાયલીના ખુલાસા અનુસાર, કેમ્બ્રિજ એનાલિટિકા ભારતમાં પણ વ્યાપકપણે કામ કરી રહી છે અને અહીં તેઓની ઓફિસ પણ છે. યુકે લૉમેકર્સ સાથે કંપનીમાંથી મળેલા સસ્પેન્શન મુદ્દે વાત કરતા વાયલીએ કહ્યું કે, કેમ્બ્રિજ આધુનિક વસાહતનું એવું ગ્રુપ છે જે કાયદો શું છે અને શું કહે છે તેની કોઇ દરકાર કરતું નથી. પોતાના શરૂઆતના નિવેદન બાદ વાયલીએ વધુ માહિતી આપી હતી જેમાં તેણે કેમ્બ્રિજે ભારતની કોંગ્રેસ પાર્ટી પણ સાથે કામ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. વાયલીએ જણાવ્યું કે, 'મારી જાણકારી અનુસાર, ભારતમાં કોંગ્રેસ પાર્ટી એનાલિટિકાની ક્લાયન્ટ હતી અને કોંગ્રેસના કેટલાંક પ્રોજેક્ટ્સ એનાલિટિકાએ પુરાં કર્યા છે. આ પ્રોજેક્ટ નેશનલ લેવલના નહીં પણ પ્રાદેશિક લેવલના હતા. ભારત બ્રિટન જેટલો જ મોટો દેશ છે. તેથી જ મને શંકા છે કે, કેમ્બ્રિજની ભારતમાં ઓફિસ હશે અને તેઓનો સ્ટાફ પણ હશે.' વાયલીએ ભારતમાં એનાલિટિકાની એક્ટિવિટિઝના ડોક્યુમેન્ટરી પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.

હાઉસ ઓફ કોમન્સમાં આપી જુબાની


- ક્રિસ્ટોફર વાયલીએ ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના હાઉસ ઓફ કોમન્સમાં કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ જુબાની આપી હતી. જેમાં તેણે ફેક ન્યૂઝ અને ખોટી માહિતીના સંસ્કૃતિ પ્રચારમાં પણ કેમ્બ્રિજ એનાલિટિકાની કથિત ભૂમિકા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
- ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5 કરોડ યૂઝર્સના ફેસબુક ડેટા ચોરી કરવાનો આરોપ છે. આ ડેટાનો કંપનીએ 2016માં અમેરિકામાં યોજાયેલી પ્રેસિડન્ટ ચૂંટણીમાં ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.


ભારતમાં પણ ઓફિસ હોવાનો કર્યો ખુલાસો


- વાયલી સાથે સવાલ-જવાબ દરમિયાન લૉમેકરે ભારતનું નામ લેતા, વાયલીએ હકારમાં જવાબ આપ્યો હતો.
- લૉમેકરે પુછ્યું હતું કે, ફેસબુકનું માર્કેટ અત્યંત વ્યાપક છે, શું કેમ્બ્રિજે ભારતમાં પણ કોઇ કામ કર્યુ છે? વાયલીએ જવાબ હકારમાં જવાબ આપતા લૉમેકરે કહ્યું કે, 'ભારત એ ફેસબુકનું સૌથી મોટું માર્કેટ છે. ભારત એવો દેશ છે જ્યાં અવાર-નવાર રાજકીય વિખવાદ થતાં રહે છે ઉપરાંત અહીં અસંતોષ અને અસ્થિરતાની તકો છે.'
- વાયલીએ જણાવ્યું કે, ભારતમાં એનાલિટિકા વ્યાપક રીતે કામ કરી રહી છે અને અહીં તેઓની ઓફિસ પણ છે.
- વાયલીની જુબાની હજુ ચાલી રહી છે અને ભારતમાં એનાલિટિકાના કથિત ઓપરેશન્સ સંબંધી વધુ ચોંકાવનારી વિગતો પણ બહાર આવવાની સંભાવનાઓ છે.

કોંગ્રેસ અને બીજેપી વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો


- કેમ્બ્રિજ એનાલિટિકાએ કથિત રીતે વૈશ્વિક ચૂંટણીઓમાં ભાગ ભજવ્યો છે કે નહીં, ભારતમાં પણ આ કંપનીએ કોઇ કામ કર્યુ છે કે નહીં તે અંગે ચોક્કસ પુરાવાઓ નહીં હોવા છતાં ભારતીય રાજકારણમાં બીજેપી અને કોંગ્રેસ એકબીજાં વિરૂદ્ધ આક્ષેપો કરી રહી છે.
- બીજેપી અને કોંગ્રેસ બંનેએ સામસામે દાવા કર્યા છે કે, કેમ્બ્રિજ એનાલિટિકાએ જે-તે પાર્ટી સાથે કામ કર્યુ છે અથવા તેની સાથે એક અથવા બીજી રીતે સંલગ્ન છે.

ક્રિસ્ટોફર વાયલીએ ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના હાઉસ ઓફ કોમન્સમાં કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ જુબાની આપી હતી. (ફાઇલ)
ક્રિસ્ટોફર વાયલીએ ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના હાઉસ ઓફ કોમન્સમાં કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ જુબાની આપી હતી. (ફાઇલ)
X
વાયલીએ યુકે લૉમેકરને આપેલી જુબાનીમાં કેમ્બ્રિજે ભારતની કોંગ્રેસ પાર્ટી પણ સાથે કામ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. (ફાઇલ)વાયલીએ યુકે લૉમેકરને આપેલી જુબાનીમાં કેમ્બ્રિજે ભારતની કોંગ્રેસ પાર્ટી પણ સાથે કામ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. (ફાઇલ)
ક્રિસ્ટોફર વાયલીએ ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના હાઉસ ઓફ કોમન્સમાં કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ જુબાની આપી હતી. (ફાઇલ)ક્રિસ્ટોફર વાયલીએ ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના હાઉસ ઓફ કોમન્સમાં કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ જુબાની આપી હતી. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App