પ્રચંડ હિમપ્રપાત જ્યારે દોઢ ડઝન ગાડીઓને ગળી ગયો

રશિયાના માઉન્ટ એલ્બ્રસમાં હમણાં કુદરતે આવો બરાબરનો પરચો બતાવી દીધો.

divyabhaskar.com | Updated - Mar 28, 2018, 06:28 PM
When a Russian avalanche gets hungry and eats some cars

જો માણસ માનતો હોય કે આ પૃથ્વી પર તે એકલો જ મોસ્ટ પાવરફુલ છે. તો એણે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોઈ લેવું જોઇએ. રશિયાના માઉન્ટ એલ્બ્રસમાં હમણાં કુદરતે આવો બરાબરનો પરચો બતાવી દીધો. 18,510 ફૂટ ઊંચો માઉન્ટ એલ્બ્રસ યુરોપનો સૌથી ઊંચો પહાડ છે. તેના પરથી થોડા દિવસ પહેલાં બરફ ધસી પડવાનું શરૂ થયું. અંગ્રેજીમાં ‘એવલેન્ચ’ કહે છે તેવી એ ઘટનામાં એકસાથે હજારો ટન બરફ નીચે ધસી આવે છે. માઉન્ટ એલ્બ્રસની તળેટીમાં આવેલા સ્કી રિસોર્ટ પાસે ટનબંધ બરફ નીચેની તરફ ઠલવાવાનું સ્ટાર્ટ થયું. બરફનું પૂર એટલું જબરદસ્ત હતું કે રસ્તાને કિનારે પાર્ક કરેલી ગાડીઓ પણ તેની અડફેટે આવી ગઈ. આવી દોઢ ડઝન ગાડીઓ ગણતરીની મિનિટોમાં બરફમાં દફન થઈ ગઈ. નસીબજોગે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા નહોતી થઈ. એટલું જ નહીં, એવલેન્ચ પણ મોટી ઈમારતો સુધી પહોંચતાં પહેલાં અટકી ગયેલું

X
When a Russian avalanche gets hungry and eats some cars
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App