ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Vladimir Putin takes icy plunge to mark Orthodox Epiphany

  બર્ફીલા પાણીમાં શા માટે ડૂબકી લગાવી રશિયન પ્રેસિડન્ટ પુતિને?

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 08:55 PM IST

  સામાન્ય રીતે ઠંડીમાં લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળવા કરતા રજાઈમાં ઉંઘી રહેવાનું પસંદ કરતા હોય છે.
  • બર્ફીલા પાણીમાં શા માટે ડૂબકી લગાવી રશિયન પ્રેસિડન્ટ પુતિને?

   સામાન્ય રીતે ઠંડીમાં લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળવા કરતા રજાઈમાં ઉંઘી રહેવાનું પસંદ કરતા હોય છે. ત્યારે જો તમને કોઈ કહે કે તમારે બરફના ઠંડાગાર પાણીમાં ડુબકી લગાવવાની છે તો? ત્યારે રશિયા સહિત અનેક દેશોમાં 'ઈપિફની' તહેવારમાં માઈનસ ડિગ્રી તાપમાનમાં ઠંડા પાણીમાં ડુબકી મારવાની પ્રથા છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં દુનિયાભરમાં 'ઈપિફની' એટલે કે લિટલ ક્રિસમસની ઉજવણીના ભાગ રૂપે આ રીતે ડૂબકી લગાવતા હોય છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દીમિર પુતિને થોડા સમય પહેલા 'ઈપિફની' તહેવાર અતર્ગત રશિયાના મોસ્કો શહેરની ઉત્તરમાં 400 કિલો મીટર દુર આવેલા સેલિગર તળાવમાં બર્ફીલા પાણીમાં ડુબક લગાવી હતી. આ સમયે તળાવનું તાપમાન માઈનસ 6 ડિગ્રી હતુ. ખ્રિસ્તીઓ દર વર્ષે લાખોની સંખ્યામાં આ રીતે માઈનસ ડિગ્રી તાપમાનમાં બરફના પાણીમાં ડુબકી લગાવે છે.

   રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ પ્રકારના સાહસો કરવા માટે જાણીતા જ છે. પુતિન પોતાની એડવેન્ચર જીવનશૈલીને કારણે પણ લાઈમલાઈટમાં રહે છે. 65 વર્ષના પુતિન આ પહેલા પણ અનેક વખત શર્ટલેસ થઈ ચૂક્યા છે.ગત વર્ષે તે સાઈબેરિયા માઉન્ટેન લેકમાં માછલી પક્ડતા સમયે શર્ટલેસ મુદ્રામાં જોવા મળ્યા હતા, તે ઉપરાંત 2009માં પણ સાઈબેરિયામાં રજા ગાળવા ગયેલા પુતિને ઘોડા પર બેસીને પોતાનો શર્ટલેસ અવતાર બતાવ્યો હતો.

   એડવેન્ચર પ્રેમી પુતિન આઈસ હોકી, બાઈક રાઈડિંગ, જુડો, બોક્સિંગ, જેવી રમતો ઉપરાંત પુતિનને મોટારાઈઝ્ડ હેંગ્લાઈડર રાઈડિંગ, સ્નોઓ સ્કિઈંગ, ટેન્ક ડ્રાઈવિંગ જેવા અનેક એન્ડવેન્ચર કરવા પણ પસંદ છે. પોતાની જાતને ફિટ રાખવા માટે પુતિન દરરોજ જીમમાં પણ કલાકો સુધી પરસેવો પાડે છે. પુતિનના આ અંદાજને જોઈને તો એ જ લાગે છે કે આગામી માર્ચ 2018માં રશિયન ઈલેક્શનમાં તો પુતિન જ બાજી મારી લેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Vladimir Putin takes icy plunge to mark Orthodox Epiphany
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `