Video: એમોઝોનના જગંલમાં 22 વર્ષથી એકલો રહે છે આધેડ

આ શખસની આ અગાઉની માત્ર એક તસવીર છે, જે 1990ના દાયકામાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરે લીધી હતી.

DivyaBhaskar.com | Updated - Jul 22, 2018, 04:39 PM
footage released of last survivor of Brazilian Amazon tribe

ઇન્ટરનેશનલ ડેસ્કઃ એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેમાં એમેઝોનના જંગલમાં સંભવત: 22 વર્ષથી એકલા રહેતા એક શખસ વિશે જાણવા મળ્યું છે. બ્રાઝીલના ઇન્ડિયન ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલા આ વીડિયોમાં તે વ્યક્તિની દુર્લભ તસવીરો કેદ થઇ છે. તેના વિશે કોઇને કંઇ જાણકારી નથી. તેનું નામ શું છે, તે ત્યાં કેવી રીતે, કોની સાથે પહોંચ્યો તે કોઇ નથી જાણતું. એવું મનાય છે કે તે તેના સમુદાયની છેલ્લી જીવિત વ્યક્તિ છે.

તે જીવતો હોવાના પુરાવા અા અગાઉ છેલ્લે ગત મે મહિનામાં મળ્યા હતા. જંગલના વૃક્ષો વચ્ચે દૂરથી લેવાયેલો વીડિયો 2011નો છે, જેમાં તે શખસ ઝાડ કાપતો જોવા મળે છે. વીડિયોમાં કુહાડીથી ઝાડ કપાઇ રહ્યું હોવાનો તથા પક્ષીઓનો અવાજ સંભળાય છે. વીડિયો સાથે જણાવાયું છે કે આ શખસની આ અગાઉની માત્ર એક તસવીર છે, જે 1990ના દાયકામાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરે લીધી હતી. તે તસવીરમાં તેનો ચહેરો પાંદડાંની પાછળ છુપાયેલો હતો.

હાલ તેની ઉંમર 55થી 60 વર્ષની આસપાસ છે અને તેનું સ્વાસ્થ્ય સારું છે. ઇન્ડિયન ફાઉન્ડેશન 1996થી તેના પર નજર રાખી રહ્યું છે, જ્યારે ફાઉન્ડેશનને તે રોંડોનિયા સ્ટેટના જંગલમાં એકલો રહેતો જોવા મળ્યો હતો. તેના સમુદાયના બાકી બચેલા સભ્યોના 1995-96 દરમિયાન મૃત્યુ થયા હોવાનું મનાય છે. ફાઉન્ડેશનના સભ્યોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે બહારની દુનિયા સાથે જોડાવામાં રસ દાખવ્યો નહોતો.

X
footage released of last survivor of Brazilian Amazon tribe
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App