ઓસ્કાર: રોકવેલ બન્યા બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, ભારતના અલી ફઝલને ન મળ્યો અવોર્ડ

ભારતના એક્ટર અલી ફઝલ અને બ્રિટિશ સ્ટાર જૂડી ડેંચની ભૂમિકાવાળી વિક્ટોરિયા એન્ડ અબ્દુલને ઓસ્કાર અવોર્ડ મળી શક્યો નથી

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 08:57 AM
ઓલ્ડમૈન બેસ્ટ એક્ટર અને ફ્રાંસેસ મૈકડોરમંડ બેસ્ટ એક્ટ્રેસ
ઓલ્ડમૈન બેસ્ટ એક્ટર અને ફ્રાંસેસ મૈકડોરમંડ બેસ્ટ એક્ટ્રેસ

અહીં હોલિવૂડમાં 90મો ઓસ્કાર અવોર્ડ સમારોહ ચાલી રહ્યો છે. સૈમ રોકવેલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)નો અવોર્ડ મળ્યો છે. સૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે. જ્યારે એલીસન જેનીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફિમેલ)નો અવોર્ડ મળ્યો છે.

લોસએંજિલસ: અહીં હોલિવૂડમાં 90મો ઓસ્કાર અવોર્ડ સમારોહ ચાલી રહ્યો છે. ઓલ્ડમૈન બેસ્ટ એક્ટર અને ફ્રાંસેસ મૈકડોરમંડને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ આપવામાં આવ્યો છે. સૈમ રૉકવેલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)નો અવોર્ડ મળ્યો છે. જ્યારે ડનકિર્કને વિવિધ કેટેગરી માટે ત્રણ અવોર્ડ્સ મળ્યા છે. મેક્સિકોના ગુઈલેર્મો ડેલ તોરોને 'ધી શેપ ઓફ વોટર' માટે બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો છે. ધી શેપ ઓફ વોટર 13 કેટેગરીમાં નોમિનેટેડ હતી. નોંધનીય છે કે, આ સમારોહમાં શશિ કપૂર અને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. શશિ કપૂરનું 4 ડિસેમ્બર અને શ્રીદેવનું 24 ફેબ્રુઆરીએ નિધન થયું છે. ભારતના એક્ટર અલી ફઝલ અને બ્રિટિશ સ્ટાર જૂડી ડેંચને વિક્ટોરિયા એન્ડ અબ્દુલ માટે ઓસ્કાર મળ્યો નથી.

ઓસ્કારમાં શ્રી અને શશિ કપૂરના યોગદાનને પણ યાદ કરાયું

- ઓસ્કાર અવોર્ડ સમારોહડમાં શશિ કપૂર અને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બંને એક્ટર્સને ફિલ્મોમાં યોગદાન માટે યાદ કરવામાં આવ્યા ગતા.
- શશિ કપૂરે હોલિવૂડની ઘણી ફિલ્મો 'ધી હાઉસ હોલ્ડર', શેક્સપીયર વલ્લાહ, ધુ ગુરુ, બોમ્બે ટોકિઝ અને ઈન કસ્ટડીમાં કામ કર્યું હતું.
- સંગીતકાર એડી વેડરે દુનિયાને અલવિદા કહી ચૂકેલા આ ભારતીય કલાકોરેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તે સમયે ટોમ પૈટીના 'રુમ એટ ધી ટોપ' ગીત ગાયું હતું.
- જોન હર્ડ, ટોની એન વોકર, જેન ફોર, રોબર્ટ- સબોર્ન, માર્ચિન લેંડો, ગ્લેન હેડલી, રોજર મૂર, જોર્જ એ. રોમેરો અને જેરી લુઈસ જેવા સ્ટાર્સને પણ આ મેમોરિયમ સેક્શનમાં જગ્યા આપવામાં આવી હતી.
- આ સેક્શનમાં તે કલાકારોને સ્થાન આપવામાં આવે છે જેમનું આ વર્ષ દરમિયાન નિધન થયું હોય.

અલી ફઝલને ન મળ્યો અવોર્ડ

સૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે. જ્યારે એલીસન જેનીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફિમેલ)નો અવોર્ડ મળ્યો છે. ભારતના એક્ટર અલી ફઝલ અને બ્રિટિશ સ્ટાર જૂડી ડેંચની ભૂમિકાવાળી વિક્ટોરિયા એન્ડ અબ્દુલને ઓસ્કાર અવોર્ડ મળી શક્યો નથી.

મહારાણી વિક્ટોરિયાના નોકરના રોલમાં હતા ફઝલ


- ફિલ્મ વિક્યોરિટા એન્ડ અબ્દુલામાં અલી ફઝલે ક્વીન વિક્ટોરિયાના નોકરનો રોલ કર્યો હતો. ડેંચ વિક્ટોરિયાના રોલમાં હતી. તે જેમ્સ બોન્ડ સિરિઝમાં જોવા મળી હતી.
- વિક્ટોરિયા એન્ડ અબ્દુલ બ્રિટિશ-અમેરિકન બાયોગ્રાફિકલ ડ્રામા છે.

- આ ફિલ્મ શરબાની બસુના પુસ્તકના આધારે બનાવવામાં આવી છે. તેમાં બે પાત્રોના અંગત સંબંધો બતાવવામાં આવ્યા છે.
- વિક્ટોરિયા એન્ડ અબ્દુલ મેકઅપ, હેરસ્ટાઈલ અને કોસ્ચ્યૂમ ડિઝાઈન માટે નોમિનેટેડ થઈ હતી. આ કેટેગરીઝમાં 'ડાર્કેસ્ટ અવર' અને 'ફેંટમ થ્રેડ'ને અવોર્ડ મળ્યો છે.

ઓલ્ડમૈને કર્યો હતો ચર્ચિલનો રોલ


- ડાર્કેસ્ટ અવર દ્વિતીય વિશ્વ યુદ્ધ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. તેમાં ગૈરી ઓલ્ડમૈને વિંસ્ટન ચર્ચિલનો રોલ કર્યો હતો. ચર્ચિલની લીડરશીપના કારણે જ સેકન્ડ વર્લ્ડ વોર જીતી શકાયું હતું.
- 49 વર્ષના સૈમ રૉકવેલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. તેમણે ફિલ્મ 'થ્રી બિલબોડ્ર્સ આઉટસાઈડ એબિંગ, મિસૌરી'માં એક પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો.
- આ પહેલાં રૉકવેલ આ ફિલ્મ માટે જ બાફ્ટા, ગોલ્ડન અને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ અવોર્ડ પણ જીતી ચૂક્યો છે.

રૉકવેલે તેનો આ અવોર્ડ પૂર્વ હોલિવૂડ એક્ટર ફિલિપ સેમૂર હૉફમેનને સમર્પિત કર્યો હતો.

આ ફિલ્મોને પણ મળ્યા અવોર્ડ

- બેસ્ટ ફિલ્મ: ધી શેપ ઓફ વોટર
- બેસ્ટ એક્ટ્રેસ: ફ્રાંસિસ મૈકડોરમેંડને ફિલ્મ 'થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ એબિંગ મિસૌરી' માટે
- બેસ્ટ એક્ટર : ગૈરી ઓલ્ડમેન ફિલ્મ 'ડાર્કેસ્ટ ઓવર' માટે
- બેસ્ટ ડિરેક્ટર : 'ધી શેપ ઓફ વોટર' માટે ગિલિયેરમો દેલ તોરોને

- ઓરિજિનલ સોંગ- ફિલ્મ કોકોનું ગીત રીમેમ્બર મી
- ઓરિજિનલ સ્કોર- 'ધી શેપ ઓફ વોટર' માટે અલેક્સાંદ્રે ડિસપ્લાટ
- બેસ્ટ સિનેમેટોગ્રાફી- બ્લેટ રનર 2049 માટે રોજર એ. ડિકિન્સ
- ઓરિજિનલ સ્ક્રીન પ્લે- 'ગેટ આઉટ' માટે જોર્ડન પીલે
- અડોપ્ટેડ સ્ક્રીન પ્લે- 'કોલ મી બાય યૂઅર નેમ' માટે જેમ્સ આઈવરી
- લાઈવ એક્શન શોર્ટ- 'ધી સાઈલેન્ડ ચાઈલ્ડ' માટે ક્રિસ ઓવરટન અને રેચલ શેંટોં
- બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ- 'હેવન ઈઝ અ ટ્રાફિક જામ ઓન ધી 405'

- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- ધી શેપ ઓફ વૉટર
- બેસ્ટ ફોરન લેંગ્વેજ ફિલ્મ- અ ફંટાસ્ટિક વુમન (ચિલી)
- બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની)
- બેસ્ટ એડીટિંગ- લી સ્મિથ (ડનકિર્ક)
- બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ- બ્લેડ રનર 2049
- બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન- ફેંટમ થ્રેડ
- મેકઅપ- હેર સ્ટાઈલ- ડાર્કેસ્ટ અવર

- સાઉન્ડ મિક્સિંગ: ડનકર્ક માટે ગ્રેગલેંડેકર, ગૈરી એ. રિજ્જો અને માર્ક વાઈનગાર્ટન
- સાઉન્ડ એડિટિંગ: ડનકર્ક માટે રિચર્ડ કિંગ અને એલેક્સ ગિબ્સન

આગળની સ્લાઈડમાં જુઓ ઓસ્કારના રેડ કાર્પેટ અને અવોર્ડ દરમિયાનની વિવિધ તસવીરો

Rockwells Best Supporting Actor and Abdul Ali Fazal victoria get no Award
Rockwells Best Supporting Actor and Abdul Ali Fazal victoria get no Award
Rockwells Best Supporting Actor and Abdul Ali Fazal victoria get no Award
ઓસ્કારમાં શ્રીદેવીને અપાઈ શ્રદ્ધાંજલિ
ઓસ્કારમાં શ્રીદેવીને અપાઈ શ્રદ્ધાંજલિ
ડનકિર્કને મળ્યા 3 અવોર્ડ્સ
ડનકિર્કને મળ્યા 3 અવોર્ડ્સ
ઓરિજિનલ સ્ક્રીન પ્લે- 'ગેટ આઉટ' માટે જોર્ડન પીલેને મળ્યો અવોર્ડ
ઓરિજિનલ સ્ક્રીન પ્લે- 'ગેટ આઉટ' માટે જોર્ડન પીલેને મળ્યો અવોર્ડ
બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની)
બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની)
ભારતના અલી ફઝલને ન મળ્યો અવોર્ડ
ભારતના અલી ફઝલને ન મળ્યો અવોર્ડ
સૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે
સૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે
X
ઓલ્ડમૈન બેસ્ટ એક્ટર અને ફ્રાંસેસ મૈકડોરમંડ બેસ્ટ એક્ટ્રેસઓલ્ડમૈન બેસ્ટ એક્ટર અને ફ્રાંસેસ મૈકડોરમંડ બેસ્ટ એક્ટ્રેસ
Rockwells Best Supporting Actor and Abdul Ali Fazal victoria get no Award
Rockwells Best Supporting Actor and Abdul Ali Fazal victoria get no Award
Rockwells Best Supporting Actor and Abdul Ali Fazal victoria get no Award
ઓસ્કારમાં શ્રીદેવીને અપાઈ શ્રદ્ધાંજલિઓસ્કારમાં શ્રીદેવીને અપાઈ શ્રદ્ધાંજલિ
ડનકિર્કને મળ્યા 3 અવોર્ડ્સડનકિર્કને મળ્યા 3 અવોર્ડ્સ
ઓરિજિનલ સ્ક્રીન પ્લે- 'ગેટ આઉટ' માટે જોર્ડન પીલેને મળ્યો અવોર્ડઓરિજિનલ સ્ક્રીન પ્લે- 'ગેટ આઉટ' માટે જોર્ડન પીલેને મળ્યો અવોર્ડ
બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની)બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની)
ભારતના અલી ફઝલને ન મળ્યો અવોર્ડભારતના અલી ફઝલને ન મળ્યો અવોર્ડ
સૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છેસૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App