1

Divya Bhaskar

Home » International News » Latest News » International » 9000 People Will Be Able To Travel To The World Largest Traveler Ship

દુનિયાના સૌથી મોટા પ્રવાસી જહાજમાં 9000 લોકો મુસાફરી કરી શકશે

Divyabhaskar.com | Last Modified - Mar 25, 2018, 03:48 AM IST

આ ભૂમધ્ય સાગરમાં સ્પેનના મલાગામાં રજા વિતાવી મિયામી પહોંચશે

  • 9000 People Will Be Able To Travel To The World Largest Traveler Ship
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પેરિસ: દુનિયાના સૌથી મોટા પ્રવાસી જહાજને ફ્રેન્ચ શિપબિલ્ડર્સ એસટીએક્સએ તૈયાર કરી અમેરિકાના રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલને સોંપી દીધું છે. જહાજ 31 માર્ચથી પ્રવાસ શરૂ કરશે. આ ભૂમધ્ય સાગરમાં સ્પેનના મલાગામાં રજા વિતાવી મિયામી પહોંચશે. જહાજના નિર્માણ પાછળ 9 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયો છે. તેના પર 2200 ક્રૂ મેમ્બર સહિત નવ હજાર લોકો એકસાથે મુસાફરી કરી શકશે. પ્રવાસીઓની સુવિધા માટે આઈસ રિન્ક, વોટરપાર્ક, બાસ્કેટબોલ કોર્ટ, ગોલ્ફ કોર્સ, થિયેટર સહિત 2759 બાલ્કની ઉપલબ્ધ છે.

    જહાજનું વજન 2.28 લાખ ટન, 3 વર્ષમાં નિર્માણ પામ્યું

    આ જહાજ 2.8 લાખ ટન વજન ધરાવે છે. તેની લંબાઈ 1188 ફૂટ છે. લંબાઈમાં આ અમેરિકાના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી લગભગ 20 મીટર(લગભગ 67 ફૂટ) મોટું છે. તેનું નિર્માણ 2015માં શરૂ થયું હતું. 3 વર્ષ બાદ તૈયાર થયું. આ જહાજ તેનું સિસ્ટર શિપ(હાર્મની ઓફ સી)થી મોટું છે, જેને ફ્રાન્સે બે વર્ષ પહેલાં રોયલ કેરેબિયનને સોંપ્યું હતું. તેમાં 6780 લોકો મુસાફરી કરી શકે છે.

    - ફ્રાન્સે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતાં પણ 20 મીટર મોટું જહાજ બનાવ્યું

    - નિર્માણમાં રૂ.9 હજાર કરોડ ખર્ચાયા, 31 માર્ચથી પ્રવાસ શરૂ કરશે
    - તેના પહેલાં હાર્મની ઓફ ધી સી દુનિયાનું સૌથી મોટું જહાજ હતું

    - જહાજ 25% ઊર્જા બચાવે છે. ગિનીસ બુકમાં નોંધાયું છે.
    - રોક વોલ્સ, સ્કેટિંગ રિન્ક, 10 માળની સ્લાઈડ પણ છે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 9000 People Will Be Able To Travel To The World Largest Traveler Ship

More From International News

Trending