Home » NRG » UK » 75-year-old Indian in Britain created the worlds longest 51-inch cucumber

બ્રિટનમાં 75 વર્ષના ભારતીયએ વિશ્વની સૌથી લાંબી 51 ઇંચની કાકડી ઊગાડી

Divyabhaskar.com | Updated - Aug 05, 2018, 11:49 AM

અગાઉનો વિક્રમ બ્રિટનના જ ઇયાન નેલના નામે હતો, જેણે 2011માં 42.13 ઇંચની કાકડી ઊગાડી હતી

  • 75-year-old Indian in Britain created the worlds longest 51-inch cucumber
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    લંડન: બ્રિટનના ડર્બીમાં રહેતા 75 વર્ષીય સિખ રઘબીર સિંહ સંઘેડાએ તેમના ગ્રીન હાઉસમાં વિશ્વની સૌથી લાંબી કાકડી ઉગાડી છે. તેની લંબાઇ 129 સે.મી. (51 ઇંચ) છે. અગાઉનો વિક્રમ બ્રિટનના જ ઇયાન નેલના નામે હતો, જેણે 2011માં 42.13 ઇંચની કાકડી ઊગાડી હતી. રઘબીર સિંહ 1991માં બ્રિટન આવીને વસ્યા હતા. તેઓ જણાવે છે કે, ‘હું કાકડીની જોડે બેસીને તેને નિહાળતો રહેતો હતો. હું ભગવાનને પ્રાર્થના કરતો કે તે રોજ વધતી રહે અને સલામત રહે. તેને જોઇને મને ઘણી ખુશી મળે છે. તેનું કદ હજુ પણ વધી રહ્યું છે. કદ વધવાનું બંધ થશે ત્યારે તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે રજૂ કરીશું.’ રઘબીર સિંહ સ્થાનિક ગુરુદ્વારામાં ગ્રંથી છે. તેમને ખેતીકામનો શોખ છે. તેમણે ગયા વર્ષે 39 ઇંચની કાકડી ઊગાડી હતી.

    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • 75-year-old Indian in Britain created the worlds longest 51-inch cucumber
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 75-year-old Indian in Britain created the worlds longest 51-inch cucumber
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ