ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» 70,000 workers in Afghanistan will provide polio vaccine to 1 crore children

    અફઘાનિસ્તાનમાં 4 દિવસમાં 70,000 વર્કર્સ 1 કરોડ બાળકોને પોલિયોની રસી પીવડાવશે

    Agency, Kabul | Last Modified - Mar 14, 2018, 04:29 AM IST

    પોલિયો વિરુદ્ધ સૌથી મોટું અભિયાન, વિશ્વમાં પોલિયોના કેસ માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઇજિરિયામાં છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      કાબુલ: અફઘાનિસ્તાને પોલિયો વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે. જેમાં 70 હજાર વર્કર્સ ભાગ લઇ રહ્યા છે. તેઓ દેશના અંતરિયાળ વિસ્તારોમાં ઘેર-ઘેર જઇ આશરે એક કરોડ બાળકોને રસી પીવડાવશે. એક અંદાજ મુજબ 89 લાખ બાળકો પાંચથી 6 વર્ષનાં છે. તેમને આ ટીમ કેપ્સુલ પણ આપી રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે મોટી સંખ્યામાં મહિલા વર્કર્સ પણ જોડાઇ છે. આ ટીમને પોલિયો ઉપરાંત આરોગ્ય સંબંધી અન્ય સમસ્યાઓ અંગે જાગરુકતા લાવવાની ટ્રેનિંગ પણ અપાઇ રહી છે. અફઘાનિસ્તાનની સરકારે ઉલેમાઓ અને મૌલવીઓને અપીલ કરી છે કે લોકો તેમનાં બાળકોને પોલિયોની રસી પીવડાવે તે માટે ફતવો જારી કરે. ટીમ બાળકોને એક ફુગ્ગો પણ આપે છે અને પોલિયોની રસી લેનારા બાળકની આંગળી પર શાહી પણ લગાવે છે.

      - આ વખતે ફ્રન્ટ લાઇનમાં 70 હજાર વર્કર્સ છે. તેમાં આશરે 10 ટકા મહિલાઓ છે. આ વખતે મહિલાઓનું સૌથી મોટું ગ્રૂપ અભિયાનમાં ભાગ લઇ રહ્યું છે. કેટલાક પ્રાંતોમાં પુરુષો કરતાં મહિલા વધુ છે.

      - ડબ્લ્યુએચઓ મુજબ મહિલાઓની ભૂમિકા મહત્વની છે કારણ કે પુરુષ વર્કર્સ આવે તો મહિલાઓ ઘરના દરવાજા ખોલતી ન હતી. તેથી અગાઉ ઘણાં બાળકો છૂટી જતાં હતા.

      - યુનિસેફના પ્રતિનિધિ અડેલા ખોડર કહે છે કે આ કેમ્પેઇન હેઠળ અમે તમામ પ્રકારનાં બાળકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મહિલા કર્મી પુરુષોની તુલનામાં લોકોને વધુ મોટિવેટ કરી રહી છે.

      કંધાર : પોલિયોના સૌથી વધુ કેસ અહીંના જ છે

      કંધારમાં 98 હજાર બાળકોને પોલિયોની રસી પીવડાવાઇ. અહીં 2017માં પોલિયોના 7 કેસ જણાયા હતા, જે વિશ્વના કોઇ પ્રાંતમાં જણાયેલા પોલિયોના સૌથી વધુ કેસ હતા.

      પોલિયોના કેસો

      દેશ 2015 2016 2017
      અફઘાનિસ્તાન 20 13 13
      પાકિસ્તાન 54 20 8
      નાઇજિરિયા 2 4 11
      - પાક.માં ગત વર્ષે પોલિયોના 8 કેસ હતા. અગાઉ 4 વર્ષમાં 306 કેસ નોંધાયા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 70,000 workers in Afghanistan will provide polio vaccine to 1 crore children
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `