ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» 7 Indian engineers abducted in Afghan

    અફઘાનમાં 7 ભારતીય એન્જિનિયરનું અપહરણ, તમામ KEC કંપનીના

    Bhaskar News, New Delhi- Kabul | Last Modified - May 07, 2018, 04:22 AM IST

    કેઈસી પાવરમાં 150 ભારતીય ઇજનેર છે: અફઘાનિસ્તાનને વીજળી પૂરી પાડે છે
    • અફઘાનમાં 7 ભારતીય એન્જિનિયરનું અપહરણ, તમામ KEC કંપનીના
      અફઘાનમાં 7 ભારતીય એન્જિનિયરનું અપહરણ, તમામ KEC કંપનીના

      પ્રતિકાત્મક તસવીર

      નવી દિલ્હી- કાબુલ: અફઘાનિસ્તાનના બઘલાન પ્રાંતમાં રવિવારે તાલિબાનોએ 7 ભારતીય ઇજનેરોનું સરકારી કર્મચારી સમજી અપહરણ કરી લીધું છે. અફઘાન ટીવી ન્યૂઝ ચેનલ ટોલોના રિપોર્ટ મુજબ આતંકીઓએ ભારતીય ઇજનેરોને લઈ જતી મીની બસ બાગએ શામલ ગામમાં રોકી હતી અને અફઘાની ડ્રાઈવર સહિત ભારતીયોનું અપહરણ કરી લીધું હતું. આ તમામ ઇજનેર ભારતીય કંપની કેઈસીના વીજળી સબસ્ટેશન પર કામ કરે છે. આ કંપનીમાં 150 ભારતીય એન્જિનીયર અને ટેકનીકલ એક્સપર્ટ કામ કરી રહ્યા છે.

      અફઘાનિસ્તાનને વીજળી પૂરી પાડે છે...

      અહેવાલ મુજબ કેઈસી અફઘાનિસ્તાનની સૌથી મોટી ભારતીય કંપની છે અને તે જ મોટાભાગની વીજળી પૂરી પાડે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે અપહરણ અંગે માહિતી મળી છે અને સરકાર અફઘાનિસ્તાનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 7 Indian engineers abducted in Afghan
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top