63 વર્ષની મહિલા બ્રેન સર્જરી દરમિયાન વાંસળી વગાડતી રહી!

આ બીમારીના દર્દીને શરીરમાં, ખાસ કરીને હાથોમાં થોડી-થોડી વારે ધ્રૂજારી થવા લાગે છે

DivyaBhaskar.com | Updated - Apr 05, 2018, 03:04 AM
63 વર્ષની મહિલા બ્રેન સર્જરી દરમિયાન વાંસળી વગાડતી રહી
63 વર્ષની મહિલા બ્રેન સર્જરી દરમિયાન વાંસળી વગાડતી રહી

ઇન્ટરનેશનલ ડેસ્ક: દર્દીના બ્રેનનું ઓપરેશન ડૉક્ટર માટે જેટલું ક્રિટિકલ હોય છે તેટલું જ દર્દી માટે દર્દનાક હોય છે પણ અમેરિકાના મેમોરિયલ હર્મન-ટેક્સાસ મેડિકલ સેન્ટરમાં એક વાંસળીવાદક મહિલાએ તેના બ્રેનના ક્રિટિકલ ઓપરેશન દરમિયાન વાંસળી વગાડવાનું પરાક્રમ કર્યું છે. આ બહાદુર મહિલાનું નામ એના હેનરી છે, જેઓ 63 વર્ષના છે. ઓપરેશન દરમિયાન માહોલ નોર્મલ રાખવા તેઓ સતત વાંસળી વગાડતા રહ્યા.

એના Essential Tremor નામની આનુવંશિક બીમારીનો શિકાર હતા. આ બીમારીના દર્દીને શરીરમાં, ખાસ કરીને હાથોમાં થોડી-થોડી વારે ધ્રૂજારી થવા લાગે છે. આ બીમારીના કારણે એના લાંબા સમય સુધી હાથમાં કોઇ વસ્તુ પકડી શકતા નહોતા. આમ, બીમારીથી તેમનું વાંસળીવાદન પણ બંધ થઇ ગયું હતું પણ હવે સ્થિતિ બદલાઇ ચૂકી છે. ડૉક્ટરોએ એનાની સફળ બ્રેન સર્જરી કરી. ઓપરેશન થિયેટરમાં એક તરફ ડૉક્ટરો અને નર્સો સર્જરીમાં વ્યસ્ત હતા જ્યારે ઓપરેશન ટેબલ પર સૂતેલા એના તેમને વાંસળીની ધૂનો સંભળાવી રહ્યાં હતાં.

આગળની સ્લાઇડ્સમાં વાંચો, એનાની આ એક્ટિવિટી ઓપરેશનનો જ એક ભાગ હતો....

એના Essential Tremor નામની આનુવંશિક બીમારીનો શિકાર હતા
એના Essential Tremor નામની આનુવંશિક બીમારીનો શિકાર હતા

એનાની આ એક્ટિવિટી ઓપરેશનનો જ એક ભાગ હતો

 

ડૉક્ટરોના કહેવા મુજબ એનાની આ એક્ટિવિટી ઓપરેશનનો જ એક ભાગ હતો. સર્જરી માટે તેમને જાગતા રાખવા જરૂરી હતું. તે માટે તેમને વાંસળી અપાઇ. તે રીતે ડૉક્ટરો એ પણ ચકાસી રહ્યા હતા કે સર્જરી બરાબર થઇ રહી છે કે નહીં? સાથે જ એના પણ પોતાની ક્ષમતા ચકાસી શકે. એનાને હાથોમાં ધ્રૂજારીથી છુટકારો અપાવવા ડૉક્ટરોએ તેમના મસ્તિષ્કમાં ઇલેક્ટ્રોડ્સ ઇન્સ્ટોલ કર્યા છે. ઓપરેશન બાદ એનાએ ઓપરેશન થિયેટરમાં બધા ડૉક્ટરોની હાજરીમાં વાંસળી પર પોતાને ગમતી ધૂન હાથોમાં ધ્રુજારી વિના વગાડી.

X
63 વર્ષની મહિલા બ્રેન સર્જરી દરમિયાન વાંસળી વગાડતી રહી63 વર્ષની મહિલા બ્રેન સર્જરી દરમિયાન વાંસળી વગાડતી રહી
એના Essential Tremor નામની આનુવંશિક બીમારીનો શિકાર હતાએના Essential Tremor નામની આનુવંશિક બીમારીનો શિકાર હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App