ફિલિપાઇન્સઃ મંગખુટ વાવાઝોડાંમાં 25નાં મોત, 48 કલાકમાં 276 ઇંચ વરસાદ

મંગખુટ આ વર્ષનું સૌથી શક્તિશાળી અને વિનાશક વાવાઝોડું છે.

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 05:11 PM
ચક્રવાત મંગખુટ શુક્રવારે મોડી રાત્રે ફિલિપાઇન્સના ઇસ્ટ કોટ સ્થિત લુજોન દ્વિપમાં ટકરાયું હતું.
ચક્રવાત મંગખુટ શુક્રવારે મોડી રાત્રે ફિલિપાઇન્સના ઇસ્ટ કોટ સ્થિત લુજોન દ્વિપમાં ટકરાયું હતું.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ ફિલિપાઇન્સમાં આવેલા મંગખુટ વાવાઝોડાંમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત થયા છે. મોટાંભાગના લોકોનાં મોત ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા ભૂસ્ખલનમાં થયા છે. પ્રેસિડન્ટ એડવાઇઝર ફ્રાન્સિસ ટોલેન્ટિનોએ જણાવ્યું કે, મૃતકોમાં એક નવજાત બાળકનો પણ સમાવેશ થાય છે. ન્યૂવે વિઝક્યામાં 4 લોકોનાં મોત થયા તેમાં પણ એક બાળકનું મોત થયું છે. ટોલેન્ટિનોએ જણાવ્યું કે, ભૂસ્ખલન અને પૂરનાં કારણે બે લોકો ગુમ થયાના સમાચાર છે. આ ઉપરાંત હાઇ-રિસ્ક એરિયામાં આવતા 87,000 લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ સિવાય જ્યાં સુધી પૂરની સ્થિતિ પૂર્ણ ના થાય ત્યાં સુધી લોકોને પોતાના ઘરે પરત નહીં ફરવાની ચેતવણી આપવામાં આવી છે.

209 કિમી/કલાકની ઝડપે ત્રાટક્યું મંગખુટ


- શનિવારે કેગ્યાન પ્રોવિઅન્સમાં 209 કિમી/કલાકની ઝડપે નોર્થ-ઇસ્ટમાં ત્રાટક્યું હતું. જે રવિવારે સાઉથ ચાઇના તરફ આગળ વધી રહ્યું છે. મંગખુટ વાવાઝોડું 901 કિમીના એરિયામાં ત્રાટકેલા વાવાઝોડાંમાં હજુ પણ મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
- 209 કિમી/કલાકની ઝડપ સાથે અહીં 23 ફૂટ (276 ઇંચ) વરસાદ થયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં ભૂસ્ખલનમાં લોકોના મોત થયા છે.
- સ્થાનિક ઓથોરિટીએ 4 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની ચેતવણી આપી છે.
- વાવાઝોડાંના કારણે 150 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.

ફિલિપાઇન્સ ડિઝાસ્ટર-પ્રોન દેશ, મંગખુટ સૌથી શક્તિશાળી


- વાવાઝોડાં મંગખુટના કારણે દેશના ઉત્તર ભાગમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે. ફિલિપાઇન્સના લુઝોન દ્વિપને નષ્ટ કર્યા બાદ મંગખુટ હવે ઇસ્ટમાં ચીન તરફ આગળ વધી રહ્યું છે.
- આ વર્ષે 15મું ચક્રવાત છે જે ફિલિપાઇન્સમાં ત્રાટક્યું છે. ફિલિપાઇન્સ ડિઝાસ્ટર- પ્રોન દેશોમાંથી એક ગણાય છે. મંગખુટ આ વર્ષનું સૌથી શક્તિશાળી અને વિનાશક વાવાઝોડું છે.
- મંગખુટના કારણે ફિલિપાઇન્સમાં ઘરોની છત ઉડી ગઇ છે, મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે અને 42 જગ્યાએ ભુસ્ખલન થયું છે.
- વાવાઝોડું, ભારે વરસાદ અને પૂરના કારણે 50 લાખ લોકો પ્રભાવિત થયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


મંગળવાર સુધી કમજોર પડશે મંગખુટ


- વિશ્વ હવામાન સંસ્થા (World meteorological organization- WMO)એ આ વાવાઝોડાંને હાલના વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાત ગણાવ્યું છે. એક પૂર્વાનુમાન અનુસાર, રવિવારે બપોર સુધી મંગખુટ વાવાઝોડું હોંગકોંગ નજીકથી પસાર થશે.
- નજીકના મકાઉમાં લોકો વાવાઝોડાંથી બચવાની પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે. મંગખુટ મંગળવાર સુધી કમજોર પડે તેવી સંભાવના છે.
- ફિલિપાઇન્સના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ખતરનાક વાવાઝોડું વર્ષ 2013માં આવ્યું હતું, જેમાં 7 હજારથી વધુ લોકોનાં મોત થયા હતા.
- જ્યાં સુધી આ વાવાઝોડાંની વાત છે, ફિલિપાઇન્સના એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, તેઓ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ તૈયાર છે.
- બીજી તરફ, ચીનમાં પણ એડમિનિસ્ટ્રેશન આ વાવાઝોડાંને પહોંચી વળવા માટે પહેલેથી જ સતર્ક થઇ ગયા છે અને લોકોમાં ચેતવણી પણ જાહેર કરી દીધી છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ચક્રવાત મંગખુટના કારણે ફિલિપાઇન્સની સ્થિતિની તસવીરો...

560 માઇલમાં ત્રાટકેલાં મંગખુટ વાવાઝોડાંમાં એક નવજાત બાળક સહિત 25 લોકોનાં મોત થયા છે.
560 માઇલમાં ત્રાટકેલાં મંગખુટ વાવાઝોડાંમાં એક નવજાત બાળક સહિત 25 લોકોનાં મોત થયા છે.
વાવાઝોડું, ભારે વરસાદ અને પૂરના કારણે 50 લાખ લોકો પ્રભાવિત થયા છે.
વાવાઝોડું, ભારે વરસાદ અને પૂરના કારણે 50 લાખ લોકો પ્રભાવિત થયા છે.
209 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન અને વરસાદના કારણે અહીં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે.
209 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન અને વરસાદના કારણે અહીં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યા બાદ મંગખુટ હવે પશ્ચિમમાં ચીન તરફ આગળ વધી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યા બાદ મંગખુટ હવે પશ્ચિમમાં ચીન તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાં મંગખુટના કારણે દેશના ઉત્તર ભાગમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે.
વાવાઝોડાં મંગખુટના કારણે દેશના ઉત્તર ભાગમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે.
ફિલિપાઇન્સ ડિઝાસ્ટર- પ્રોન દેશોમાંથી એક ગણાય છે. મંગખુટ આ વર્ષનું સૌથી શક્તિશાળી અને વિનાશક   વાવાઝોડું છે.
ફિલિપાઇન્સ ડિઝાસ્ટર- પ્રોન દેશોમાંથી એક ગણાય છે. મંગખુટ આ વર્ષનું સૌથી શક્તિશાળી અને વિનાશક વાવાઝોડું છે.
X
ચક્રવાત મંગખુટ શુક્રવારે મોડી રાત્રે ફિલિપાઇન્સના ઇસ્ટ કોટ સ્થિત લુજોન દ્વિપમાં ટકરાયું હતું.ચક્રવાત મંગખુટ શુક્રવારે મોડી રાત્રે ફિલિપાઇન્સના ઇસ્ટ કોટ સ્થિત લુજોન દ્વિપમાં ટકરાયું હતું.
560 માઇલમાં ત્રાટકેલાં મંગખુટ વાવાઝોડાંમાં એક નવજાત બાળક સહિત 25 લોકોનાં મોત થયા છે.560 માઇલમાં ત્રાટકેલાં મંગખુટ વાવાઝોડાંમાં એક નવજાત બાળક સહિત 25 લોકોનાં મોત થયા છે.
વાવાઝોડું, ભારે વરસાદ અને પૂરના કારણે 50 લાખ લોકો પ્રભાવિત થયા છે.વાવાઝોડું, ભારે વરસાદ અને પૂરના કારણે 50 લાખ લોકો પ્રભાવિત થયા છે.
209 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન અને વરસાદના કારણે અહીં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે.209 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન અને વરસાદના કારણે અહીં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યા બાદ મંગખુટ હવે પશ્ચિમમાં ચીન તરફ આગળ વધી રહ્યું છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યા બાદ મંગખુટ હવે પશ્ચિમમાં ચીન તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાં મંગખુટના કારણે દેશના ઉત્તર ભાગમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે.વાવાઝોડાં મંગખુટના કારણે દેશના ઉત્તર ભાગમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે.
ફિલિપાઇન્સ ડિઝાસ્ટર- પ્રોન દેશોમાંથી એક ગણાય છે. મંગખુટ આ વર્ષનું સૌથી શક્તિશાળી અને વિનાશક   વાવાઝોડું છે.ફિલિપાઇન્સ ડિઝાસ્ટર- પ્રોન દેશોમાંથી એક ગણાય છે. મંગખુટ આ વર્ષનું સૌથી શક્તિશાળી અને વિનાશક વાવાઝોડું છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App