અફઘાનિસ્તાન: કાબુલની હોટલમાં આતંકી હુમલો, ફાયરિંગમાં 2 ઠાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી ફાઇવ સ્ટાર ઇન્ટરકોન્ટિનેન્ટર હોટલમાં ઘૂસેલા તમામ આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓએ મોતને ઘાટ ઉતારી દીધા છે. આ હુમલામાં 43 લોકોના મોત થયા છે. જેમાં અહીં કામ કરતી એક એરલાઇન્સ કંપનીના 11 લોકો પણ સામેલ છે. 12 કલાક બાદ સિક્યોરિટી ફોર્સે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. એક લક્ઝરી હોટલમાં ઘૂસેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારી કર્યો હતો. ગૃહ મંત્રાલયના સ્પોકપર્સન નજીબ દાનિશે અથડામણ પુરી થઇ હોવાની જાહેરાત કરતા કહ્યું કે, રાત્રે અફઘાન સુરક્ષાબળોની કાર્યવાહીમાં ચારેય આતંકવાદીઓના મોત થયા છે. જ્યારે ઓછામાં ઓછા 150 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે, જેમાંથી 40 વિદેશી નાગરિક પણ સામેલ છે.

 

- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક હોટલમાં 4 આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 

- આતંકીઓએ ત્યાંના હોટલમાના સ્ટાફ અને લોકોને બંધી બનાવી લીધા છે. આ હુમલો કાબુલની  ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં થયો હતો. સાથે સાથે હોટલના અમૂક ભાગને આગ પણ લગાડી છે. 

 

આતંકીઓ પાસે હતા આધુનિક હથિયારો 

 

- અલઝીરા ન્યૂઝ વેબસાઇટના કહેવા પ્રમાણે આતંકીઓ ગોળીબાર કરતા કરતા હોટલમાં ધૂસ્યા હતા
- આંતકીઓ પાસે ઓટોમેટીક ગન અને હથિયારો છે.
- સુરક્ષાકર્મીઓ ફાયરિંગ સાથે સાથે મહેમાનોને સુરક્ષીત જગ્યાએ લઇ જવાની કામગીરી કરી રહ્યા છે. 
- અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલ.ના કહેવા પ્રમાણે પોલીસ અને અતંકીઓ વચ્ચે ત્રીજા અને ચોથા માળે ફાયરિંગ ચાલુ છે. 
- જે હોટલમાં હુમલો થયો છે તે હોટલ અફઘાનિસ્તાનની સૌથી મોટી હોટલમાંની એક હોટલ છે. 
- 2 આતંકીઓ પોલીસ સાથે થયેલા ફાયરિંગમાં ઠાર કરાયા છે. 
- હોટલમાં રહેલા પાંચ લોકોને આતંકીઓ દ્વારા ઘાયલ કરવામાં આવ્યા છે.

 

તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...