કેલિફોર્નિયામાં જંગલની આગ: 2.83 લાખ એકર જંગલ ખાક, અત્યાર સુધીમાં 34નાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લેકપોર્ટ: યુએસના કેલિફોર્નિયામાં લાગેલી જંગલની આગ ભીષણ બની રહી છે. 11 દિવસ પહેલાં મેન્ડોસિના કોમ્પ્લેક્સ ક્ષેત્રમાં 17 જગ્યાએ લાગેલી આગ પર નિયંત્રણ મેળવવા માટે 14 હજાર ફાયરફાઈટર્સ કામે લાગ્યાં છે. અત્યાર સુધીમાં 2.83 લાખ એકર જંગલ ખાક થઈ ગયું છે. દુષ્કાળ અને ગરમીની સાથે આંધીના કારણે આગ પૂર્વોત્તર તરફ વધી રહી છે. કેલિફોર્નિયાના ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શન વિભાગે તેને હવે દેશની અત્યાર સુધીની સૌથી ભીષણ આગ ગણાવી છે.

 

કાયદાના કારણે આ સ્થિતિ: ટ્રમ્પ

 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિ્વટ કરી - ખરાબ પર્યાવરણીય કાયદાના કારણે પરિસ્થિતિ વધુ કથળી રહી છે. ઉપલબ્ધ પાણીના ઉપયોગની મજૂરી નથી આ પાણી પ્રશાંત મહાસાગર તરફ ડાઈવર્ટ કરાઈ રહ્યું છે.

 

અત્યાર સુધીમાં 34નાં મોત


આગથી અત્યાર સુધીમાં 34નાં મોત થઈ ગયા છે. અનેક લોકો ગુમ છે. કેલિફોર્નિયાના ગવર્નર જેરી બ્રોને નાપા, સોનોમા અને યુબામાં ઈમર્જન્સી જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...