રેલી / વેનેઝુએલા: વિપક્ષ નેતા ગુઈદોની રાષ્ટ્રપતિ માદુરો વિરુદ્ધ રેલી, 2.5 લાખ લોકો પહોંચ્યા

DivyaBhaskar.com | Updated - Feb 14, 2019, 09:58 AM
2.5 lakh supporter rally in command of opposition leader Guaido against Maduro in Venezuela
X
2.5 lakh supporter rally in command of opposition leader Guaido against Maduro in Venezuela

  • અમેરિકા સહિત 20 દેશોનો ટેકો, જ્યારે રશિયા-ચીન અને તૂર્કી વિરોધમાં
  • ગુઈદોએ કહ્યું- માનવીય સહાયતા રોકવી ઘાતક
  • માદુરો બોલ્યા- બાહ્ય સૈનિકોને નહીં આવવા દઈએ

એજન્સી | કરાકાસ: વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં વિપક્ષના નેતા જુઆન ગુઈદોએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરુદ્ધ રેલી યોજી હતી. સત્તાવાર સૂત્રો મુજબ રેલીમાં દેશભરથી લગભગ 2.5 લાખ લોકો સામેલ થયા હતા. ગુઈદોએ સેનાને માનવીય સહાયતા ન રોકવાની અપીલ કરી હતી. ખરેખર માદુરોના આદેશ પર સેનાએ સરહદે નાકાબંધી કરી અન્ય દેશોથી આવતી ખાદ્યસામગ્રી, દવાઓ અને અન્ય વસ્તુઓ અટકાવી દીધી છે. 

માનવીય સહાયતા ન પહોંચે તો શું થવાની સંભાવના
1.ગુઈદોનો દાવો છે કે જો માનવીય સહાયતા નહીં પહોંચે તો ત્રણ લાખ લોકો મૃત્યુ પામી શકે છે. દેશના 20 લાખ લોકોનું સ્વાસ્થ્ય ખરાબ છે. માદુરોએ કહ્યું કે તે કોઈની મદદ નહીં લે. તે એક પણ બાહ્ય સૈનિકને દેશમાં ઘૂસવા નહીં દે. એવું થવા પર અમેરિકાને સૈન્ય દખલની તક મળશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, સ્પેન, બ્રાઝિલ, કોલંબિયા, ઈઝરાયલ સહિત 20 દેશ ગુઈદોના ટેકામાં છે. રશિયા, ચીન અને તૂર્કીએ માદુરોને ટેકો આપ્યો છે. ગુઈદોએ ગત મહિને રેલી કરી હતી. આ રેલી દરમિયાન ગુઈદોએ ખુદને વચગાળાના રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા.
રશિયાની અમેરિકાને ધમકી - વેનેઝુએલામાં સૈન્ય દખલ ના કરે
2.રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયો સાથે ફોન પર વાતચીત કરી હતી. લાવરોવે કહ્યું કે અમેરિકા વેનેઝુએલામાં સેના ન મોકલે. આમ કરતાં આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થશે. ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ચાલુ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે વેનેઝુએલામાં સૈન્ય દખલ એક વિકલ્પ છે.
સેનાએ બહારથી આવતી ખાણી-પીણીની વસ્તુઓ, દવાઓ અટકાવી
3.
  • આર્થિક સંકટ : યુએન મુજબ આર્થિક સંકટને લીધે 5 વર્ષમાં 30 લાખ લોકો વેનેઝુએલા છોડી ચૂક્યા છે. આ વેનેઝુએલાની વસતીના 10 ટકા છે.
  • રાજકીય સંકટ : માદુરો 2013થી સત્તામાં છે. ગત વર્ષે તે બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા. ગુઇદોએ ચૂંટણીમાં ગરબડનો આરોપ મૂકી ખુદને વચગાળાના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App