Divya Bhaskar

Home » International News » Latest News » International » 114 years jail Buddha Monk who purchased the car for donation money

દાનના પૈસાથી ગાડી ખરીદનારા બૌદ્ધ ભિક્ષુને 114 વર્ષની જેલ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:07 AM

દાનદાતાઓને દગો આપવાના આરોપમાં ભિક્ષુને એક વર્ષ પહેલાં જ અમેરિકાથી થાઈલેન્ડ લવાયો હતો

  • 114 years jail Buddha Monk who purchased the car for donation money
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બેંગકોક: થાઈલેન્ડમાં બુદ્ધની પ્રતિમા બનાવવા મળેલા દાનમાંથી લક્ઝરી કાર ખરીદનારા બૌદ્ધ ભિક્ષુને બેંગકોકની કોર્ટે 114 વર્ષની સજા ફટકારી છે. 39 વર્ષીય વિરાફોન સુકફોન નામનો બૌદ્ધ ભિક્ષુ અમેરિકા ભાગી ગયો હતો પણ સગીરા સાથે દુષ્કર્મ કરવા અને દાનદાતાઓને દગો આપવાના આરોપમાં ભિક્ષુને એક વર્ષ પહેલાં જ અમેરિકાથી થાઈલેન્ડ લવાયો હતો. દાનથી ભિક્ષુએ કાર ખરીદી લીધી. તેનાં અનેક બેન્કખાતાંમાં 5 કરોડ રૂ. જમા છે. કોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે સુકફોનને મની લોન્ડરિંગ, છેતરપિંડી, ગેરકાયદે રીતે ઓનલાઈન ડોનેશન એકઠું કરવા માટે કમ્પ્યૂટર ક્રાઇમ એક્ટનો ભંગ કરવાનો દોષી ઠેરવ્યો હતો.

  • 114 years jail Buddha Monk who purchased the car for donation money
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 114 years jail Buddha Monk who purchased the car for donation money
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending