10મી બ્રિકસ સમિટમાં મોદી કરશે સંબોધન, જિનપિંગ અને પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત

મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે

divyabhaskar.com | Updated - Jul 26, 2018, 11:06 AM
Prime Minister Narendra Modi will address the 10th BRICS Summit

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્હોનિસબર્ગ, સાઉથ આફ્રિકામાં 10મી બ્રિક્સ સમિટમાં સંબોધન કરશે. આ વર્ષની સમિટની થીમ 'બ્રિક્સ ઇન આફ્રિકા - ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસનું જોડાણ.' ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય 4 બ્રિક્સ દેશો - બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાના લીડર્સ આ મીટિંગમાં ભાગ લેશે.

સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટે કરી સમિટની શરૂઆત


- ત્રણ દિવસની આ સમિટની શરૂઆત બુધવારે બ્રિક્સ બિઝનેસ ફોરમ મીટ સાથે થઇ. જેમાં સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામાફૌસાએ કીનોટ એડ્રેસમાં કહ્યું કે, આ વર્ષ બ્રિક્સ નેશન્સના 10 વર્ષના સહયોગ તરીકે ઓળખાશે.


જિનપિંગ અને પુતિન સાથે મોદી કરશે મુલાકાત


- આ સમિટ ઉપરાંત મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ આફ્રિકન દેશોના 5 દિવસના પ્રવાસે છે. મોદી બુધવારે રાત્રે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. આ પહેલાં તેઓએ રવાન્ડા અને યુગાન્ડાની મુલાકાત લીધી હતી.

X
Prime Minister Narendra Modi will address the 10th BRICS Summit
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App