BRICS સમિટઃ સા.આફ્રિકામાં જિનપિંગ અને પુતિન સાથે બેઠક કરશે મોદી

મોદી યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે પણ મહત્વની બેઠક કરશે

divyabhaskar.com | Updated - Jul 25, 2018, 12:56 PM
બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. (ફાઇલ)
બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 5 આફ્રિકન દેશોની મુલાકાતે છે. સોમવારે રવાન્ડા અને ત્યારબાદ યુગાન્ડાની મુલાકાત બાદ મોદી આજે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકા જશે. સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં 10મી બ્રિક્સ સમિટ 25થી 27 જુલાઇ દરમિયાન ચાલશે. બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન બંને નેતા વચ્ચે અમેરિકાની ટ્રેડ વૉર અને કોમન ઇન્ટરેસ્ટ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.

- બ્રિક્સ દેશો (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા)ની આ ત્રણ દિવસીય બેઠકમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મુદ્દા પર પોતાનો પ્રસ્તાવ રાખવાની તૈયારીમાં છે.
- વિદેશ મંત્રાલયના સચિવ ટીએસ તિરૂમૂર્તિ અનુસાર, બ્રિક્સની આ 10મી બેઠકમાં વૈશ્વિક મુદ્દા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, ગવર્નન્સ અને કારોબાર મુદ્દે વાતચીત થશે.
- આ વર્ષે બ્રિક્સ સમિટનો યજમાન દેશ સાઉથ આફ્રિકા છે. જ્હોનિસબર્ગમાં 25 જુલાઇથી ત્રણ દિવસની આ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે શિખર વાર્તા થશે.
- આ મુલાકાત દરમિયાન અમેરિકાની બિઝનેસ પોલીસી અને ડિફેન્સ ડીલના પ્રતિબંધોના એજન્ડા પર વાતચીત થશે.
- મોદી યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે પણ મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં કાશ્મીરને લઇને માનવ અધિકાર સંગઠન દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અંગે ચર્ચા થવાની સંભાવના છે.

X
બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. (ફાઇલ)બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App