તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોર્થ કોરિયાએ મીડિયાની સામે રજૂ કર્યો US સ્ટુડન્ટ, નમીને માંગી માફી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્યોંગ્યાંગઃ નોર્થ કોરિયાએ બે મહિના પહેલા ડિટેઇન કરેલા અમેરિકન સ્ટુડન્ટને આજે મીડિયામાં રજૂ કર્યો. ઓટ્ટો ફ્રેડરિક વેમબિએર નામના આ સ્ટુડન્ટ પર પ્યોંગ્યાંગની હોટેલથી પ્રોપગેન્ડા સ્લોગન ચોરવાનો આરોપ છે. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કન્ફેસ કર્યું કે, તે નોર્થ કોરિયા વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો. જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, નોર્થ કોરિયાના દબાણમાં આવીને ફ્રેડરિકે આ કન્ફેશન કર્યું છે.
અમેરિકન સરકારના કહેવાથી કરી ચોરી
- પ્યોંગ્યાંગના 'પીપલ્સ પેલેસ ઓફ કલ્ચર'માં આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ મીડિયાના જર્નાલિસ્ટ પણ હાજર હતા.
- ફ્રેડરિકે નમીને 'ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા'ની માફી માંગી અને કહ્યું કે, તે અમેરિકન સરકારના ઇશારા પર કામ કરતો હતો.
- એક્સપર્ટ્સનું માનવું છે કે, ફ્રેડરિકનો મુદ્દો એવા સમયે ઉછાળવામાં આવ્યો જ્યારે અમેરિકા અને ઇન્ટરનેશનલ કોમ્યુનિટી નોર્થ કોરિયા પર નવા પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહી છે.
સ્લાઇડ્સ બદલોને જુઓ ફોટોગ્રાફ્સ