• Gujarati News
  • China's Land Reclamation In The South China Sea Is Out Of Step With International Rules

અમેરિકાનો દાવોઃ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને ખડક્યા યુદ્ધ જહાજો, જાહેર કરી તસવીરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ ચીન વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ ટાપુ પર ભયાનક હથિયારોનો ખડકલો કરી રહ્યું છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં દાવો કર્યો છે. અમેરિકાએ આ દાવાની સાથે પૂરાવા રૂપે એક તસવીર પણ જાહેક કરી છે, જેમાં ટાપુની આસપાસ તોપખાના દેખાય છે. જો કે, અધિકારીઓએ કહ્યું કે, ચીન દ્વારા દક્ષિણ ચીન સમુદ્રમાં બનાવવામાં આવી રહેલા કૃત્રિમ ટાપુ પર મોબાઇલ આર્ટીલરી હથિયાર હવે દેખાતા બંધ થઇ ગયા છે. તેને કાં તો હટાવી લેવામાં આવ્યા છે અથવા છુપાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહમાં જ નેવી અને એરફોર્સે પોતાની નીતિ બદલવાની ઘોષણા કરી હતી. સાથે જ દક્ષિણ ચીન સમુદ્રમાં કૃત્રિમ દ્વીપ બનાવવાનો ખુલાસો કર્યો હતો.
અમેરિકા કડક નિર્ણય લેશેઃ જ્હોન મેક્કેન
અમેરિકન સેનેટર જ્હોન મેક્કેને કહ્યું કે, ચીન વિવાદિત ક્ષેત્રમાં તણાવ ઉત્પન્ન કરી રહ્યું છે. મેક્કેન અમેરિકન સેનેટ આર્મ્ડ સર્વિસીઝ કમિટીના ચેરમેન છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ચીન સાગરમાં આવી રીતે હથિયારોની ગોઠવણ મુશ્કેલી સર્જનાર અને વિસ્તારમાં તણાવ ઉત્પન્ન કરનારી છે. અમે ચીનને કહેવા માગીએ છીએ કે, તેઓ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. વિશ્વમાં તેમની કાર્યવાહીની નિંદા કરવામાં આવશે. અમે ચીનની સાથે ઘર્ષણ નથી ઇચ્છતા , પરંતુ કેટલાંક એવા નિર્ણયો લેવાશે જેથી ચીનને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરતું અટકાવી શકાય.
જો કે, અમેરિકાના આરોપનું ચીને ખંડન કર્યું છે. ચીનના પ્રવક્તા અનુસાર, તેમની પાસે હથિયારની ગોઠવણી અંગે કોઇ જાણકારી નથી. છેલ્લાં કેટલાંક સમયથી દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન અને અમેરિકા અંદરોઅંદર લડી રહ્યા છે. હાલમાં જ ચીની એરફોર્સે વિવાદિત ટાપુ પર ફરી રહેલા અમેરિકાના સર્વેલેન્સ એરક્રાફ્ટને નીકળી જવા જણાવ્યું હતું. બાદમાં બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
સ્લાઇડ બદલો ને જુઓ અમેરિકાએ જાહેર કરેલ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને બનાવેલા કૃત્રિમ ટાપુની તસવીર