તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂખ્યાં મગરોને ખવડાવીને મજા લેતા ટૂરિસ્ટોના PHOTOS વાયરલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ ફોટોઝને કારણે દુનિયાનું સૌથી ખતરનાક ટૂરિસ્ટ અટ્રેક્શન બંધ પડ્યું છે. ફોટોઝમાં ચાઈનીઝ ટૂરિસ્ટ પાણીમાં તરતી મેટલ રાફ્ટ પર ઉભા છે અને તેમની ચારેય બાજુ ભૂખ્યા મગરોને ખવડાવી રહ્યાં છે. ફોટો થાઈલેન્ડના ચોનબરી એલિફેંટ કિંગડમની છે. મગરમચ્છને ખવડાવી રહ્યાં છે ટૂરિસ્ટ....
- ફોટોમાં દેખાતા પિંજરા જેવી રાફ્ટમાં અનેક ટૂરિસ્ટ ઉભા છે.
- જેમાં અનેક ટૂરિસ્ટ મગરમચ્છને લાંબી રોડની મદદથી માંસના ટુકડા ખવડાવી રહ્યાં છે.
- આ સ્થળેથી પસાર થતા એક ટેક્સી ડ્રાઈવરે આ ફોટો પાડી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.
- બાદમાં ફોટ વાયરલ થતા પોલીસે મગરમચ્છ ફાર્મ પર રેડ પાડી હતી. અને 90 દિવસ સુધી ફાર્મને બંધ કરી દીધું હતુ.
- પોલીસના જણાવ્યા પ્રમાણે ભૂખ્યા મગરમચ્છના ઝૂંડથી બોટ પલટી શકે તેમ હતી અને ટૂરિસ્ટોને જીવનું જોખમ હતુ.
- ક્રોકોડાઈલ ફાર્મના ઓનરે જણાવ્યું કે તેઓ ફ્લોટિંગ પિંજરામાં એક વખતમાં 15 ટૂરિસ્ટોને મગરમચ્છ વચ્ચે લઈ જાય છે.

આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટોગ્રાફ્સ.......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો