તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઉથ ચાઇના સીમાં મિલિટરી એક્સરસાઇઝ કરશે ચીન, જહાજોના પ્રવેશ પર રહેશે પ્રતિબંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીજિંગઃ સાઉથ ચાઇના સી મુદ્દે ચીનનું જિદ્દી વલણ યથાવત રહ્યું છે. ચીન અહીંયા મિલિટરી એક્સરસાઇઝ કરશે. આ માટે તેણે કન્ટ્રોવર્શિયલ સમુદ્રના કેટલાંક વિસ્તારોમાં જહાજોના અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઇન્ટરનેશનલ ટ્રિબ્યૂનલના સાઉથ ચાઇના સી પર ચીનના દાવાને ફગાવી દીધો હતો, પરંતુ ચીને આ નિર્ણયને સ્વીકારવાની ના પાડી હતી.
ઇન્ટરનેશનલ કોર્ટમાં શું કહ્યું હતું

- ચાઇના મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશને પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે, મંગળવારથી ગુરુવાર સુધી હૈનાન વિસ્તારના ઇસ્ટ કોસ્ટ એરિયામાં મિલિટરી એક્સરસાઇઝ કરવામાં આવશે.
- આ માટે કન્ટ્રોવર્શિયલ સમુદ્રના કેટલાંક એરિયામાં સમુદ્રી જહાજોના અવરજવર પર પ્રતિબંધ રહેશે.
- આ વિસ્તાર પરાસેલ અને સ્પ્રાટલી આઇલેન્ડથી થોડા અંતરે જ છે. ઉલ્લેખનીય છે કે, આ બંને આઇલેન્ડ્સ પર ચીન સહિત વિયેતનામ, તાઇવાન, મલેશિયા, ફિલિપીન્સ અને બ્રુનેઇએ દાવો કરે છે.
તાઇવાનના દાવાવાળા વિસ્તારને કોર્ટે ગણાવ્યો હતો ખડક

- ગત મંગળવારે હેગ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશને કહ્યું હતું કે, સાઉથ ચાઇના સી (જેને નાઇન ડેશ લાઇન પણ કહેવાય છે ) પર ચીનનો કોઇ ઐતિહાસિક હક નથી. ચીને ફિલિપીન્સના હકનું વાયોલેશન કર્યું છે.
- આ નિર્ણયમાં તાઇવાનના હક અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, તેપિંગ આઇલેન્ડ કાયદાકીય રીતે એક 'ખડક' છે. તેને એક્સક્લૂસિવ ઇકોનોમિક ઝોન ન કહી શકાય.
- તાઇવાન સરકારે પણ કોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો.
- તાઇવાને કહ્યું કે, કોર્ટે તાઇપેને પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવ્યા જ નથી, પછી અમે તે નિર્ણય કેવી રીતે સ્વીકારીયે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો