• Gujarati News
  • National
  • Pilgrimage To Kailash Mansarovar Only After Border Stand off Is Resolved, Says China

ચીનની ધમકી, ભારત દાવો જતો નહીં કરે તો કૈલાશ માનસરોવર યાત્રા પર ખતરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજિંગ:  ભારત-ચીન સરહદે સિક્કિમ સેક્ટરમાં મડાગાંઠ વચ્ચે ચીને બુધવારે ભારતને ચેતવણી આપી કે ભવિષ્યમાં નાથૂ-લા પાસ માર્ગે ભારતીય શ્રદ્ધાળુઓની કૈલાશ માનસરોવરની યાત્રા ભારત પોતાની ભૂલો સુધારશે કે નહીં તેના પર નિર્ભર છે. ચીને સિક્કિમ સેક્ટરમાં સરહદે રસ્તાના બાંધકામને પણ કાયદેસર ગણાવતાં કહ્યું કે તે જ્યાં રસ્તો બનાવી રહ્યું છે તે પ્રદેશ ભારતનો કે ભુતાનનો નહીં પણ તેનો પોતાનો છે. આ મામલે દખલગીરી કરવાનો અન્ય કોઇ દેશને અધિકાર નથી. 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે અત્રે મીડિયાને જણાવ્યું કે ડોંગલાંગ પ્રાચીન સમયથી ચીનનો હિસ્સો છે, ભારત કે ભુતાનનો નહીં. આ મુદ્દે અમારી પાસે સંપૂર્ણપણે કાનૂની આધાર છે. અન્ય કોઇ દેશે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. તેમણે કૈલાશ માનસરોવરના યાત્રાળુઓ માટે નાથૂ-લા પાસ બંધ કરવાના ચીનના નિર્ણયનું પણ સમર્થન કર્યું.

ચીને આતંક પ્રોત્સાહક પાક.ને આતંક સામેના જંગનું લીડર ગણાવ્યું 
ચીને તેના ‘ઓલ વેધર ફ્રેન્ડ’ પાકિસ્તાનનો બચાવ કરતા બુધવારે કહ્યું કે આતંકવાદ સામેની લડાઇમાં પાક. સૌથી આગળ ઊભું રહ્યું છે.  મોદી-ટ્રમ્પ વચ્ચેની મુલાકાત બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે આ ટિપ્પણી કરતા કહ્યું કે આતંકવાદ સામે લડવાના પાક.ના પ્રયાસોનું આંતરરાષ્ટ્રીય સમુદાયે સમર્થન કરવું જોઇએ.

ચીને સિક્કિમમાં ભારતીય બંકર તોડી પાડ્યું
સિક્કિમમાં ભારત, ચીન અને ભુતાનની સરહદો જ્યાં મળે છે તે સ્થળે ચીને ભારતીય સૈન્યના એક બંકર પર બુલડોઝર ફેરવી દીધું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. સિક્કિમના ડોકા લા જનરલ એરિયામાં બનેલી આ ઘટનાને પગલે બન્ને દેશોના સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું. 3,488 કિ.મી. લાંબી ભારત-ચીન સરહદનો 220 કિ.મી. જેટલો હિસ્સો સિક્કિમમાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...