તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NKoreaએ કર્યો રોકેટ એન્જિનનો ટેસ્ટ, સરમુખત્યારે કહ્યું- 'દુનિયા જોશે સફળતા'

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિઓલઃ નોર્થ કોરિયાએ હાઈ-પરર્ફોર્મન્સવાળા નવા રોકેટનો ટેસ્ટ કર્યો છે. આ એન્જિનની મદદથી તેઓ સ્પેસમાં રોકેટ મોકલી શકશે. નોર્થ કોરિયાના સરકારી મીડિયા આ અંગે જાણકારી આપી હતી. સરમુખત્યાર કિમ જોંગ ઉને કહ્યું કે સમગ્ર દુનિયા ટૂંક સમયમાં અમારી સફળતા જોશે. ઉલ્લેખનીય છે કે ગત મહિને નોર્થ કોરિયાએ 500 કિમી સુધી વાર કરી શકે તેવી મિસાઈલનો ટેસ્ટ કર્યો હતો.
 
સેટેલાઈટ રોકેટ લોન્ચિંગની તૈયારી
 
- નોર્થ કોરિયાના સ્ટેટ મીડિયા કેસીએનએના જણાવ્યા પ્રમાણે દેશ નવા સેટેલાઈટ રોકેટ લોન્ચની તૈયારી કરી રહ્યું છે.
- એન્જિન ટેસ્ટને લઈને ઉને કહ્યું કે 'અમે મોટું અચીવમેન્ટ મેળવ્યું છે, દુનિયા ટૂંક સમયમાં અમારી સફળતા નિહાળશે'
- કેસીએનએના રિપોર્ટ પ્રમાણે નવું એન્જિન આઉટર સ્પેસમાં રોકેટ પહોંચાડવામાં ફાયદાકારક રહેશે, તેને ડેવલપમેન્ટથી નોર્થ કોરિયા દુનિયા વિકસિત દેશોની કેટેગરીમાં સામેલ થઈ જશે.
- તો બીજી બાજુ એક્સપર્ટ્સનું કહેવું છે કે એટમી શક્તિવાળા નોર્થ કોરિયા જો સ્પેસ પ્રોગ્રામમાં સફળ થશે તો તે હથિયારોનો ટેસ્ટ વધારી શકે છે.
- અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસન જાપાન અને સાઉથ કોરિયાના પ્રવાસે શનિવારે ચીન પહોંચ્યા હતા.
- રેક્સે કહ્યું હતું કે અમેરિકા નોર્થ કોરિયાના મુદ્દે લાંબા સમય સુધી ફેલ્ડ ડિપ્લોમેસી પ્રમાણે કામ કરી શકશે નહીં.
 
માર્ચમાં 4 મિસાઈલ પરિક્ષણ
 
- જાપાનના પીએમ શિંજો આબેએ દાવો કર્યો કે નોર્થ કોરિયાએ 6 માર્ચે 4 મિસાઈલ પરિક્ષણ કર્યું જેમાં 3 સી ઓફ જાપાનમાં પડી હતી.
- તો ગત ઓક્ટોબરમાં નોર્થ કોરિયાએ બેંગ્યોન એરબેઈઝમાંથી મુસુદન મિસાઈલના બે ટેસ્ટ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો