ઇન્ટરનેશનલ ડેસ્કઃ કોરિયન પેન્નિનસુલામાં અમેરિકા અને સાઉથ કોરિયાની જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝથી પરેશાન નોર્થ કોરિયાએ બુધાવારે બંને દેશોને ન્યૂક્લિયર વૉરની ધમકી આપી છે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં નોર્થ કોરિયાએ કહ્યું કે, હવે સવાલ એ છે કે, આ વિસ્તારમાં ન્યૂક્લિયર વૉર થશે કે નહીં, ઉપરાંત હવે સવાલ એ છે કે યુદ્ધ ક્યાર થશે. નોર્થ કોરિયાએ ગયા અઠવાડિયે છઠ્ઠી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ (આઇસીબીએમ) ટેસ્ટ કરી. ત્યારબાદ અમેરિકા અને સાઉથ કોરિયા બંનેએ કોરિયન પેન્નિનસુલામાં સેંકડો એરફોર્સ પ્લેનથી પોતાની તાકાત દર્શાવવામાં લાગી ગયા છે.
US પર સરમુખત્યારને બદનામ કરવાનો આરોપ
- કેસીએનએ ન્યૂઝ એજન્સીએ નોર્થ કોરિયાના વિદેશ મંત્રાલય તરફથી દાવો કર્યો છે કે, અમેરિકાના કેટલાંક ટોપ ઓફિશિયલ્સ યુદ્ધ કરવાનો ઇરાદો ધરાવે છે.
- ગત શનિવારે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઇએના ડાયરેક્ટર માઇક પોમ્પિયોએ સરમુખત્યાર પર નિવેદન આપતા કહ્યું કે, તેઓ માને છે કે, કિમ જોંગ-ઉનને દેશ અને વિદેશમાં પોતાની ખતરનાક સ્થિતિનો જરા પણ અંદાજ નથી.
- નોર્થ કોરિયન સ્પોક્સપર્સને પોંપિયાના આ નિવેદનને સુપ્રીમ લીડરનું અપમાન અને નોર્થ કોરિયાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર ગણાવ્યું છે.
અમારાં ધૈર્યનો ખોટો અર્થ ના કાઢે અમેરિકા
- વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સને કહ્યું, અમે યુદ્ધ નથી ઇચ્છતા, પરંતુ અમે આનાથી છૂપાઇ પણ નથી શકતા.
- જો અમેરિકાએ અમારાં ધૈર્યનો ખોટો અર્થ કાઢ્યો અને અમને ન્યૂક્લિયર વૉર માટે ભડકાવ્યા તો અમારી વધતા ન્યૂક્લિયર પાવરથી નક્કી કરીશું કે અમેરિકા તેની કિંમત ચૂકવે.
NKoreaને ડરાવવા માટે US ઉડાવી રહ્યું છે વૉર પ્લેન
- નોર્થ કોરિયાનું આ નિવેદન બુધવારે અમેરિકા અને સાઉથ કોરિયાની જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ બાદ આવ્યું છે.
- નોર્થ કોરિયાને ડરાવવા માટે અમેરિકા સાઉથ કોરિયાની ઉપરથી સતત પોતાના એડવાન્સ્ડ વૉર પ્લેન્સ ઉડાવી રહ્યું છે.
- આ પહેલાં પણ અમેરિકાએ ઘણીવાર પોતાના B-1B બોમ્બર પ્લેન્સથી નોર્થ કોરિયાને પોતાની તાકાત દેખાડી ચૂક્યું છે.
230થી વધુ વૉરપ્લેન્સ લઇ રહ્યા છે એક્સરસાઇઝમાં ભાગ
- કોરિયન પેન્નિનસુલામાં સોમવારથી શરૂ થયેલી જોઇન્ટ ડ્રીલમાં અમેરિકાના એફ-22 અને એફ-35 સ્ટેલ્થ જેટ ફાઇટર પ્લેન સહિત 230 એરક્રાફ્ટ સામેલ છે.
- આ પહેલાં અમેરિકા ઓક્ટોબરમાં જાપાન અને સાઉથ કોરિયાની સાથે, ત્યારબાદ નવેમ્બરમાં સાઉથ કોરિયાની સાથે કોરિયન દ્વિપમાં જોઇન્ટ એક્સરસાઇઝ કરી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.