તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં બીજું સૌથી વિનાશક પૂર, 1 હજારથી વધુ શહેરો પાણીમાં ગરકાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેઇજિંગ: ચીનમાં 23 જૂનથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. તેના કારણે નદીઓ અને બંધો ભયજનક જળસપાટી વટાવી ચૂક્યાં છે. 26 રાજ્યોનાં 1 હજાર કરતાં વધુ શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. 250 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 100 કરતાં વધુ લોકો ગુમ છે. અંદાજે દોઢ લાખ મકાનો સંપૂર્ણ નાશ પામ્યાં છે. ઈન્ટરનેશનલ ડિઝાસ્ટર ડેટાબેઝ પ્રમાણે પૂર અને વરસાદના કારણે અંદાજે રૂ. 1.5 લાખ કરોડ (22 બિલિયન ડોલર)નું નુકસાન થયું છે. સંપતિના નુકસાન પ્રમાણે આ ચીનના ઈતિહાસમાં બીજી વખતનું સૌથી મોટું પૂર ગણવામાં આવે છે. 1998માં ચીનમાં વરસાદના કારણે 44 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
એક હજાર મકાનોને બ્લાસ્ટ કરીને ઉડાવ્યા
- પૂરના પાણીને રોકવા માટે ડેમને વિસ્ફોટ કરને ઉડાવવામાં આવ્યા છે. બે તળાવ વચ્ચે કરેલા બંધને પણ તોડવામાં આવ્યો છે.
- તે સાથે જ એક હજાર મકાનોને પણ વિસ્ફોટથી ઉડાવવામાં આવ્યા છે.
- પૂરના કારણે 21 હજાર સ્ક્વેર માઈલનો પાક નાશ પામ્યો છે.
જિનશા નદીને જોવા ભેગા થયા લોકો
- પૂરના કારણે 18 વર્ષ પછી આ નજારો જોવા મળ્યો છે.
- તે જોવા માટે ટાઈગર લિપિંગ જ્યોર્જ પ્લેટફોર્મ પર હજારો લોકો આવી રહ્યા છે.
- એવું કહેવાય છે કે શિકારીથી બચવા માટે એક વાઘે આ પોઈન્ટ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારથી તેને ટાઈગર પ્લેટફોર્મ કહેવામાં આવે છે.
1 હજાર મકાનો તોડી પડાયાં
- પૂરનું પાણી રોકવા માટે અનેક બંધોને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે.
- બે તળાવો વચ્ચે બનાવવામાં આવેલા તટબંધને પણ વિસ્ફોટ કરીને ઉડાવી દેવામાં આવ્યા છે.
- સાથે જ 1 હજાર જેટલાં મકાનોને પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યાં છે.
જાપાન અને તાઈવાનમાં પણ ભારે વરસાદ

- હવામાનના કારણે થતી મુશ્કેલીઓને રોકવા માટે ચીન જિઓ સાઈન્ટિફિક સેટેલાઈટ લોન્ચ કરશે
- તે સિવાય જાપાન, તાઈવાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ છે. પાકિસ્તાનમાં અંદાજે વરસાદના કારણે 83 લોકોના મૃત્યુ થયા છે.
પૂરની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો