તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી અને ઓબામાએ કર્યું CHEERS, 2 વર્ષમાં આજે આઠમી વખત મળશે નેતાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિયંતિયનઃ આસિયાન સમિટ માટે લાઓસ પહોંચેલા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સાધીને ગુરુવારે કહ્યું કે, અમારી પાડોશમાં એક દેશ એવો છે જે ટેરરને એક્સપોર્ટ અને પ્રોડ્યૂસ કરવામાં પોતાનો ફાયદો જોવે છે. બે દિવસ પહેલા ચીનમાં પણ મોદીએ જી-20 સમિટમાં કહ્યું હતું કે, સાઉથ એશિયામાં એક જ દેશ આતંક ફેલાવી રહ્યું છે. આસિયાનમાં તેમની સ્પીચ બાદ મોદીએ અમેરિકી પ્રેસિડેન્ટ બરાક ઓબામા સાથે મુલાકાત કરી હતી. બે વર્ષમાં ઓબામા સાથે તેમની આઠમી મુલાકાત વન-ટૂ-વન હતી. ભારત પાછા ફરતી વખતે મોદીએ યજમાન દેશ લાઓસની પ્રશંસા કરી હતી.
બીજુ શું બોલ્યા પીએમ મોદી?
- ઓબામા સાથે બેઠક પહેલા મોદીએ આસિયાન સમિટમાં સ્પીચ આપી હતી. તેઓએ પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને આપવામાં આવી રહેલા સપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો.
- મોદીએ કહ્યું કે, અમારી પાડોશમાં એક દેશ એવો છે જે આતંકવાદીને એક્સપોર્ટ અને પ્રોડ્યૂસ કરવામાં દજ તેનો ફાયદો જોવે છે. તેના કારણે શાંતિ માટે વર્તુળ ઘટી રહ્યું છે અને હિંસાનું વર્તુળ વધી રહ્યું છે. આ શાંતિ અને સમૃદ્ધિ માટે જોખમી છે.
- લાઓસના પીએમ થોંગલુન સિસોલિથ સાથે મુલાકાતમાં પઅણ મોદીએ આતંકવાદ, નેવલ સિક્યુરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રીઝનલ કમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ(RECP) અને એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન(APEC) પર વાતચીત કરી હતી.
- મોદીએ સાઉથ ચાઈના સીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે, દરિયાઈ વિસ્તારોને લઈને બધાને યૂનાઈટેડ નેશને બનાવેલા નિયમોનો અમલ કરવો જોઈએ.
- વડાપ્રધાને સમિટ દરમિયાન નાલંદા યુનિવર્સિટીના યૂનેસ્કો વર્લ્ડ હેરિટેદમાં આ વર્ષે સામેલ કરવા માટેનો પણ ઉલ્લેખ કર્યો અને ખુશી વ્યક્ત કરી હતી.
બે દિવસમાં બીજીવાર ઓબામાને મળ્યા મોદી

- સમિટ બાદ મોદી ઓબામાને મળ્યા હતા. બે વર્ષમાં બન્ને નેતાઓ વચ્ચે આઠમી મુલાકાત વન-ટૂ-વન થઈ હતી.
- વ્હાઈટ હાઉસે સ્ટેટમેન્ટ આપીને મોદી-ઓબામા બેઠકની જાણકારી આપી હતી.
- ઓબામાનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહ્યો છે, એટલા માટે મોદી સાથે આ છેલ્લી ઓફિશિયલ મુલાકાત માનવામાં આવી રહી છે.
- બે દિવસ પહેલા ચીનના હાંગઝોઊમાં જી-20 મિટિંગ દરમિયાન પણ મોદી અને ઓબામાની મુલાકાત થઈ હતી.
- અમેરિકી પ્રસિડેન્ટે મોદીને જીએસટી બિલ પાસ થવાની શુભેચ્છા પાઠવી હતી.
ભારતને મળી શકે છે APEC મેમ્બરશિપ

- ભારતને આ દરમિયાન 21 દેશોના એશિયા પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન(APEC)માં મેમ્બરશિપ મળી શકે છે.
- હાંગઝોઊથી લાઓસ રવાના થતા વખતે મોદીએ કહ્યું હતું કે, ભારત સાઉથ ઈસ્ટ એશિયન દેશો સાથે ફિઝિકલ અને ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માંગે છે.
- તેઓએ કહ્યું કે, આસિયાન અમારી એક્ટ ઈસ્ટ પોલિસનું પ્રમુખ પાર્ટનર છે, જે અમારા નોર્થ-ઈસ્ટ રીઝનના ડેવલપમેન્ટના ઈકોનોમિક ડેવલપમેન્ટ માટે ઘણું જરૂરી છે.
ચીનને ઓબામાની ફરી ચેતવણી
મોદી-ઓબામા વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત પણ થઇ હતી, જે બંને નેતાઓ વચ્ચે બે વર્ષમાં આઠમી મુલાકાત હતી. ઓબામાએ ભારતને એનએસજીના સભ્યપદ માટે ફરી ભાર મૂક્યો હતો. જ્યારે દક્ષિણ ચીન સાગર મામલે ચીનને ફરી ચેતવણી આપતા કહ્યું કે ચીને આંતરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને માનવું જોઈએ.
સ્લાઇડ્સ બદલોને જુઓ આસિયાન સમિટમાં અન્ય દેશોના નેતા સાથે વડાપ્રધાન મોદીની મુલાકાતના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો