તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ચીન સાગર પરના દાવામાં પીછેહટ થતા ગુસ્સો ઠલવાયો KFC, iPhone પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેઈજીંગ. દક્ષિણ ચીન સાગર વિવાદને કારણે ચીનમાં અમેરિકન મૂળની KFC અને એપલ સામે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. યૂએન ટ્રિબ્યૂનલ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના કારણે ચીન દ્વારા કરવામાં આવતા દક્ષિણ સાગર પરના દાવાને ઠેસ પહોંચી હતી. આ ચુકાદા બાદ ચીનમાં રાષ્ટ્રવાદી પ્રદર્શનકારીઓએ કેએફસી આઉટલેટ્સ સામે વિરોધ દર્શાવવાની સાથે તેનો બોયકોટ કરવા ઉપરાંત આઈફોન્સને જાહેરમાં તોડવાની ઘટનાઓ સામે આવી હતી.
ચીનના લોકો દેશદાઝના સૂત્રો પોકારી તોડી નાખ્યા આઈફોન્સ
- યૂએસ દ્વારા થયેલા દબાણના કારણે જ યૂએનને ચીન વિરોધી ચુકાદો આપ્યો હોવાના ચીનના આરોપ બાદ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન આયોજીત કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે કેએફસી અને એપલને નિશાન બનાવવામાં આવ્યા હતા.
- ઓનલાઈન ફરતા થયેલી તસવીરોમાં ચીનના યુવાનો પોતાનો વિરોધ દર્શાવવા માટે સ્કાર્ફ પહેરીને તથા દેશદાઝના સૂત્રો પોકારીને એપલના આઈફોન્સ તોડી રહ્યા છે.
- ચીનના સ્થાનિક મીડિયાએ લોકોના રોષમાં બળતામાં ઘી હોમ્યું હતું. ચાઈના માર્કેટ રિસર્ચ ગ્રુપના જેમ્સ રોયે જણાવ્યું હતું કે, ચીનના લોકો હકારાત્મક અને આશાવાદી હોવા ઉપરાંત યુવાનોમાં દેશભક્તિનો જોશ જોવા મળે છે. કેએફસી અને એપલ અમેરિકા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. તેથી લોકો અમેરિકાનો વિરોધ કરવા માટે આ પ્રોડક્ટ્સ પર નિશાન સાધી રહ્યા છે.
ઓનલાઈન અપીલ બાદ એકત્ર થયા હતા ટોળા, કેએફસીમાં ઘૂસી કરી બળજબરી
- યંગઝ્યોઉ નામના એક શહેરમાં વસતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેણે મંગળવાર સવારે વિરોધ પ્રદર્શન જોયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા ઓનલાઈન અપીલ કરવામાં આવી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેમાં વિરોધ કરનારા લોકોને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તમે જાપાનીઝ અને કોરિયન વસ્તુઓનો પણ વિરોધ કરજો.
- યંગઝ્યોઉ શહેરના જ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, 20થી વધુ વ્યક્તિઓનું ટોળું જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે તેઓ રેસ્ટોરન્ટની અંદર બળજબરીથી ઘૂસી આવ્યા હતા અને કસ્ટમર્સને બહાર જતા રહેવા ફરજ પાડી હતી. થોડાક જ સમયમાં પોલીસ ત્યાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરનારા લોકોને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢ્યા હતા.
- આ સમગ્ર પગલે કેએફસીના માલિક યુમ બ્રાન્ડ્સે કોઈ ટિપ્પણી કરવાની ટાળ્યું હતું.
કેએફસીના ચાહકોએ સમર્થનમાં કરી પોસ્ટ, દર્શાવ્યા સૂત્રો
- કેટલાક કેએફસી કસ્ટમર્સે તસવીરો પોસ્ટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
- આ તસવીરોમાં તેઓ ચિકનની બકેટ, એક્સિસ તથા અન્ય હથિયારો ઉપરાંત સૂચક સૂત્રો રજૂ કર્યા હતા.
- પ્લેકાર્ડમાં લખવામાં આવ્યું હતું કે, “રાષ્ટ્રવાદ નામે ગુંડાગર્દી, મને હેરાન કરવાનો પ્રયાસ કરશો તો હું તમને છતા કરી દઈશ.”
કેએફસી આઉલેટ્સમાં તોડફોડ કરવાના ગુનામાં ત્રણની ધરપકડ
- મળતા ન્યૂઝ અહેવાલ મુજબ, કેએફસી આઉટલેટ્સ પર ગેરકાનૂની રીતે વિરોધ પ્રદર્શન કરી નુકસાન પહોંચાડનારા ત્રણ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
- સીના નામની વેબપોર્ટલ મુજબ, આ પૈકી એકને 15 દિવસની જેલની સજા અને અન્ય બે વ્યક્તિઓને 13 દિવસની સજા ફટકારવામાં આવી છે.
આગળની સ્લાઈડમાં વાંચો, ફૂડ સ્કેન્ડલના કારણે ચીનમાં ખરાબ દોરથી પસાર થઈ રહ્યું છે કેએફસી... ચીનમાં કાયદાકિય કેસો હારતા અને વેચાણ અટકાવાતા મુશ્કેલીમાં છે એપલ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો