તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજ જિનપિંગે નવાઝ શરીફ સાથે મુલાકાત છેલ્લી ઘડીએ રદ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજિંગ/અસ્તાનાઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેની મુલાકાત છેલ્લી ઘડીએ રદ કરી દીધી. ચીનના મીડિયાના અહેવાલો મુજબ જિનપિંગ પાકિસ્તાનમાં ચીનના 2 લોકોની હત્યાથી નારાજ હતા. બંને નેતા કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઇ સહયોગ પરિષદની બેઠકમાં પહોંચ્યા હતા. ચીનના મીડિયાએ જિનપિંગની નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને કઝાખ રાષ્ટ્રપતિ નૂરસુલતાન નજરબાયેવ સાથે મુલાકાતોને સારું વેઇટેજ આપ્યું છે.
 
નાગરિકોની હત્યાથી ચીન છે ગુસ્સામાં
 
પાકિસ્તાનમાં 2 ચીની નાગરિકોની હત્યા બાદ ચીન ગુસ્સામાં છે. આ નાગરિકોને ગત વર્ષે બલુચિસ્તાનના ક્વેટામાં પકડવામાં આવ્યા હતા. હત્યા પાછળ આઇએસઆઇએસનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એસસીઓ સમિટ શરૂ થવાના 2 દિવસ પહેલા આ આ ઘટના સામે આવી હતી.
 
ઉર્દૂનો અભ્યાસ કરી રહ્યા હતા ચીનના નાગરિક
 
આઇએસઆઇએશે શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ચીનના બંને નાગરિકો ક્વેટાની લોકલ ટિચિંગ સેન્ટરમાં ઉર્દૂનો અભ્યાસ કરતા હતા. ગત મહિને ત્યાંથી હથિયારધારીઓ દ્વારા બંનેનું અપહરણ કરવામાં આવ્યું હતું.પાકિસ્તાને ચીનને આ અંગે જાણ કરી હતી.
 
પાક. દ.એશિયામાં મહત્ત્વનું સહયોગી : પુટિન
 
અસ્તાનામાંશરીફ સાથે મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુટિને કહ્યું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં રશિયાનું મહત્વપૂર્ણ સહયોગી છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યાપાર સહિત ઘણા મુદ્દે ચર્ચા કરી. રશિયા અને પાક.એ ગયા વર્ષે પહેલી વાર સંયુક્ત લશ્કરી કવાયત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...