તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Deploying Of Tanks Near The Indo China Border May Hit A Nerve Within The Chinese Business Community

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લદાખમાં 100 ટેન્કો ગોઠવવા પર ચીની મીડિયાએ કહ્યું: ભારતમાં રોકાણ પર થશે અસર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીજિંગઃ ભારત તરફથી લદાખ બોર્ડર પર 100 ટેન્કોની ગોઠવણ પર ચીનના સરકારી મીડિયાએ નારાજગી વ્યક્ત કરી છે. ચેતવણીભર્યા અંદાજમાં ચાઇનીઝ મીડિયાએ કહ્યું કે, (ભારતના) આમ કરવાથી ચીની કંપનીઓના ઇન્વેસ્ટમેન્ટ પર અસર પડશે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં ગુરુવારે પબ્લિશ થયેલા એક આર્ટિકલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બંને દેશોએ સાથે મળીને ગેરસમજ દૂર કરવાની કોશિશ કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ મીડિયામાં એ સમાચાર આવ્યા હતા કે, ઇન્ડિયન આર્મી ચીની ઘૂસણખોરીને પહોંચી વળવા માટે લદાખ બોર્ડર પર 100 ટેન્ક ગોઠવી છે.
આવી રીતે ભારત રોકાણ વધારશે?

- થોડા દિવસ પહેલા એનડીટીવીના એક રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ઇન્ડિયન આર્મી લદાખમાં ઘૂસણખોરી અંગે નવી સ્ટ્રેટજી બનાવી રહ્યું છે. ટેન્કોની ગોઠવણ પણ તેનો જ એક ભાગ છે.
- ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા આર્ટિકલમાં ભારતને થનારા નુકસાન પર વધુ ફોકસ થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
- લખ્યું છે કે, 100 ટેન્ક ગોઠવવા અંગેના સમાચાર પર લોકોનું ધ્યાન ગયું છે. ચીની કંપનીઓ પણ તેનાથી અલગ નથી, કારણ કે ચીની કંપનીઓ ભારતમાં પોતાનું રોકાણ વધારવા અંગે વિચારી રહી છે.
- જો કે, એ વાત સમજાતી નથી કે, ચીનની બોર્ડર પાસે ટેન્ક ગોઠવીને ભારત ચીની ઇન્વેસ્ટમેન્ટને કેવી રીતે વધારી શકશે.
લદાખ બોર્ડર પર ટેન્કની ગોઠવણ કેમ?

- ચીન દ્વારા આ વિસ્તારમાં સતત ઘૂસણખોરી થતી હોય છે.
- હિમાચ્છાદિત આ વિસ્તારમાં રસ્તો અને એર સ્ટ્રિપ બનાવવાનું કામ અત્યંત મોંઘું છે. એવામાં અહીં ટેન્ક ગોઠવવી જ બેસ્ટ ઓપ્શન છે.
- ટેન્કોની ગોઠવણથી ભારત, ચીનને એ મેસેજ આપવા ઇચ્છે છે કે કે, ભારત પોતાની ટેરિટરીની સિક્યોરિટી કરી શકે છે.
- સાથે જ ભારતનો તે વિસ્તાર પર હક છે, જેને ચીન પોતાનો હોવાનો દાવો કરતું રહ્યું છે.
- 100 ટેન્કોની ગોઠવણ અંગેના સમાચારને ચીને ખૂબ ગંભીરતાથી લીધા છે.
બોર્ડર પાર ચીન વધારી રહ્યું છે આર્મીનું સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

- આર્ટિકલમાં છે કે, ટેન્કની ગોઠવણ થવાની ચાઇનીઝ બિઝનેસમેનને તે વાત ખટકી શકે છે.
- તેઓ રોકાણના નિર્ણય કરતાં પહેલા રાજકીય અસ્થિરતાનો તાગ મેળવવાની કોશિશ કરતાં હોય છે. આવો મામલો તેમના નિર્ણયને અસર પહોંચાડી શકે છે.
- ઉલ્લેખનીય છે કે, ચીને ભારત-ચીન બોર્ડર પાસે તેની આર્મીના સ્પેશિયલ યુનિટ્સ ગોઠવેલા છે. તે સિવાય અહીંયા ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિસ્તરી રહ્યું છે. ચાઇનીઝ મીડિયા ભારતના આ પગલાંને ઇન્વેસ્ટમેન્ટ સાથે જ જોડે છે.
- ગત મે મહિનામાં ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ અનુસાર, 2015માં ભારતમાં ચાઇનીઝ રોકાણ છ ગણું વધીને 87 કરોડ ડોલર પહોંચ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો