તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં દુનિયાનો સૌથી ઊંચો પુલ, ત્રણ વર્ષમાં 1,854 ફૂટ ઊંચો પુલ બનાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેઈજિંગ: ચીનના ગુઈઝોહુ પ્રાંતમાં દુનિયાનો સૌથી ઊંચો તૈયાર કરેલો બ્રિજ. બેઈપાનજિઆંગ બ્રિજનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાના આરે છે. નદીથી 565 મીટર (1854 ફૂટ)ની ઊંચાએ બે પહાડ વચ્ચે આ અદભુત પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનાના સુધીમાં તેના પર અવરજવર શરૂ થશે. આ પુલ 660 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે. તેના કારણે 5 કલાકની મુસાફરી ઘટીને 2 કલાકની થઈ જશે.
વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી પણ ઊંચો
પેટ્રોનસ ટાવર 1587 ફૂટ- મલેશિયા
તાઈપેઈ 101, 1666 ફૂટ- તાઈપેઈ
વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર 1774 ફૂટ- અમેરિકા
સિદુ બ્રિજનો વિક્રમ તૂટ્યો

આ રેકોર્ડ ચીનના હુબાઈમાં સિદુ બ્રિજ સૌથી ઊંચો છે જેની ઊંચાઈ 1627 ફૂટ છે. આ બ્રિજથી તે રેકોર્ડ તૂટ્યો છે.
સ્કાઈ ટ્રેન બનાવનારો ત્રીજો દેશ

જાપાન અને જર્મની પછી સ્કાઈ ટ્રેન બનાવનારો ત્રીજો દેશ ચીન છે. આ ટ્રેનમાં એક સાથે 200 લોકો મુસાફરી કરી શકે છે. ટ્રામ અને સબવેની તુલનાએ તેનો ઓપરેશનલ ખર્ચ ઓછો છે. બેટરીના કારણે ચાલતી હોવાથી એક વખતમાં તે 4 કિમીની સફર કરી શકે છે. સ્ટોપેજ પર તેને બે મિનિટમાં જ બદલી શકાય છે.
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો