તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર કોરિયાઃ પૂર અને વાવાઝોડાં સામે ઘૂંટણીયે, 133નાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુનાઇટેડ નેશન્સ અનુસાર, ઉત્તર કોરિયાના હામગ્યોંગ પ્રાંતમાં આવેલા પૂર અને વાવાઝોડાંમાં અત્યાર સુધીમાં 130 લોકોનાં મોત થયા છે. યુએને નિવેદનમાં કહ્યું હતું કે, અત્યાર સુધી 400 લોકો ગુમ થયા હોવાનું ઉત્તર કોરિયાના સરકારી આંકડાઓ સૂચવે છે. પૂરગ્રસ્ત ઉત્તર કોરિયાએ કુદરતી આફત સામે વિશ્વની મદદ માંગતી અપીલ પણ કરી છે. સરમુખત્યાર કિમ જોંગ ઉનના દેશ દ્વારા આ પ્રકારની અન્ય દેશોની સહાય માંગવા જેવી ઘટનાઓ જવલ્લે જ બનતી હોય છે.
29મી ઓગસ્ટે આવેલા 'લાયનરોક' વાવાઝોડાંને કારણે તુમેન નદીમાં પૂર આવ્યું. બાદમાં આ પૂરને કારણે નદીને કાંઠે વસેલા એક લાખથી વધુ લોકો બેઘર બન્યા છે. તુમેન નદી ઉત્તર કોરિયા, રશિયા અને ચીનની બોર્ડરમાંથી પસાર થાય છે.
દસ દિવસ પહેલા તુમેન નદીની પાળ તૂટી ગઇ હતી.
સ્લાઇડ્સ બદલોને જુઓ પૂરગ્રસ્ત ઉત્તર કોરિયાના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો