તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનના લોકો આ શખ્સને ગણાવી રહ્યાં છે રિયલ હિરો, જાણો કેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેજિંગઃ આ ફોટો ચીનના એક ડ્રાઈવર ઝૂ ક્વિનકાઈ અને એક મહિલાનો છે, ટ્રેનના ડ્રાઈવર તરીકે નોકરી કરતાં ઝૂની ચીનમાં તમામ લોકો ચર્ચા કરી રહ્યાં છે એટલું જ નહીં લોકો ઝૂને રિયલ હીરો તરીકે ઓળખાવી રહ્યા છે. બન્યું એવું કે ટ્રેક પર એક મહિલા ફસાઈ ગઈ હતી, જેને બચાવવા ઝૂએ પોતાના પગ ગુમાવ્યો પરંતુ મહિલાને સુરક્ષીત બચાવી હતી.
 
- ટ્રેન ચલાવતા 29 વર્ષના ઝૂનું ધ્યાન ટ્રેક પર ફસાયેલી મહિલા પર પડ્યું કે તુરંત જ તે મહિલાને બચાવવાનું શરૂ કર્યુ.
- ઝૂએ ટ્રેનની બ્રેક લગાવી મહિલા પાસે ગયા, આ દરમિયાન એજ ટ્રેક પર બીજી ટ્રેન આવી ગઈ પરંતુ તેણે મહિલાને પકડી રાખી.
- મહિલાને ઝૂ સુરક્ષીત રીતે બચાવવામાં સફળ રહ્યાં પરંતુ આ દરમિયાન ઝૂનો એક પગ ટ્રેન નીચે આવી ગયો અને કપાઈ ગયો.
- ઘટના બાદ ઝૂને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ ઝૂનો પગ કાપવો પડ્યો હતો.
સમગ્ર ઘટના અંગે ઝૂનું કહેવું છે કે ભલે મેં પગ ગુમાવ્યો પરંત મેં એક વ્યક્તિનો જીવ બચાવ્યો. એટલું જ નહીં જો ભવિષ્યમાં પણ આવી ઘટના બનશે તો હું ડર્યા વગર આવું જ કરીશ. ઝૂએ જે મહિલાને જીવ બચાવ્યો તે ઝૂને મળવા હોસ્પિટલ આવી હતી, તે ઝૂનો આભાર વ્યક્ત કરતાં રડી પડી હતી.
 
આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ ઘટનાના કેટલાક ફોટો.....
 
અન્ય સમાચારો પણ છે...