તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદામાન-નિકોબારની નજીક હતી ચીનની સબમરીન? નેવી રડાર પર મળ્યા સિગ્નલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પાસે ચીનની હાજરીથી ભારતની ચિંતાઓ વધી છે. આ સપ્તાહે નેવીના રડાર પર ચીનના એક જહાજની મૂવમેન્ટ દેખાઇ હતી. ત્યારબાદથી ચીનની એક્ટિવિટી પર નેવી નજર રાખીને બેઠું છએ.
ચીનના જહાજ સતત ફરી રહ્યા છે

- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત મંગળવારે આંદામાન-નિકોબાર આઇલેન્ડ પાસે ઇન્ડિયન કોસ્ટલ નેવીના રડાર પર એક સબમરીન ટેન્ડર (સબમરિનને જરૂરી સપોર્ટ આપતું જહાજ) દેખાયું હતું.
- તે જહાજને કારણે નેવીને એવી શંકા થઇ કે, આ જહાજ આંદામાન-નિકોબાર પાસે હતું તો ચીનની સબમરિન પણ તેની નજીકમાં જ હશે.
- બાદમાં તરત જ તે મેસેજ આંદામાન એન્ડ નિકોબાર કમાન્ડ (ANC)ને મોકલવામાં આવ્યો અને ANCએ મેસેજને કન્ફર્મ કર્યા.
- ANCના કમાન્ડ ઇન-ચીફના વાઇસ એડમિરલ પી કે ચેટરજીએ કહ્યું કે, અમે ચાઇનાની દરેક મૂવમેન્ટ પર નજર રાખીને બેઠા છીએ.
- તેમણે કહ્યું કે, આવું પહેલીવાર નથી બન્યું. ચાઇનાની શિપ અને સબમરિન્સ આ વિસ્તારમાં સતત જોવા મળતી હોય છે. આથી અમે આ બેલ્ટમાં સિક્યોરિટી વધુ સ્ટ્રિક્ટ કરી છે.
એડમિરલ ચેટરજીએ બીજું શું કહ્યું
- આગામી પાંચ વર્ષોમાં અહીંયા ઘણો બદલાવ આવ્યો છે. ગત 12 મહિનાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર ઘણું કામ થયું છે. મિલિટરી અને સિવિલ બંને ફિલ્ડમાં સતત કામ ચાલી રહ્યા છે.
- ટૂંક જ સમયમાં મિસાઇલ વોરશિપ આઇએનએસ કર્મકને એએનસીમાં ગોઠવવા માટે મોકલવામાં આવશે. પોસાઇડન-81 અને સ્પાય ડ્રોનને પહેલા જ ગોઠવી લેવામાં આવ્યા છે. અમને નજર રાખવા માટે વધુ એક રડાર પણ મળ્યું છે.
- આ જગ્યાને સ્ટ્રેટજિક રીતે સારું ડેવલપ કરવામાં આવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે, પોસાઇડન-81ને નેવીનું સબમરિન શોધીને નષ્ટ કરનારું સૌથી ખતરનાક એરક્રાફ્ટ ગણવામાં આવે છે.
સ્લાઇડ્સ બદલોને વાંચો આંદામાન-નિકોબાર ભારત માટે ખાસ કેમ