લાખો સિક્કા લઈને આવ્યો કાર ખરીદવા, પછી શોરૂમમાં સર્જાયા આવા દ્રશ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝેંગઝોગઃ આ ફોટો છે ચીનના ઝેંગઝોઉમાં આવેલા એક કાર શોરૂમનો. અહીં સ્ટાફના લોકો કાર ખરીદવા આવેલા એક શખ્સના પૈસા ગણી રહ્યાં છે. ગુઓ નામના એક શખ્સે નવી કાર ખરીદવા માટે લાખોની રકમ કેસમાં ચૂકવી, એ પણ સિક્કામાં! આ સિક્કા ગણવામાં સ્ટાફના લોકોને 12 કલાકનો સમય લાગી ગયો.
50 અને 100 સેંટના એક લાખ સિક્કા આપ્યા
- ગુઓ અનેક પેકેટમાં સિક્કા અને નોટનું કોટન લઈને શોરૂમમાં આવ્યો હતો.
- તેણે રકમ ચૂકવવા માટે 50 અને 100 સેંટના એક લાખ સિક્કા ટેબલ પર રાખ્યા.
- સાથે જ કેટલીક રકમ તે નોટમાં પણ સાથે લાવ્યો હતો.
- ચીનમાં ટોયટા પ્રાડો કારની કિંમત 369,800 યુઆનથી 625,300 યુઆન સુધીની છે.
- ગુઓએ પોતાના ફેમિલી મેંબર્સની મદદથી કેસમાં આ રકમ શોરૂમ સુધી પહોંચાડી હતી.
- આ રકમને ગણવા માટે શોરૂમના ચાર સ્ટાફ મેંબરને અંદાજે 12 કલાકનો સમય લાગ્યો હતો.
- સોશિયલ મીડિયા પર ગુહોની સ્ટોરી અને શોરૂમમાં રકમ ગણવાના ફોટોઝ વાયરલ થઈ રહ્યાં છે.

આગળની સ્લાઈડ પર જુઓ વધુ ફોટોગ્રાફ્ઝ....
અન્ય સમાચારો પણ છે...