તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂ શ્યાબાઓના મોત પર વિશ્વભરમાં થઇ ચીનની આકરી ટીકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ 11 વર્ષથી જેલમાં બંધ રાજકીય કાર્યકર્તા શ્યાબાઓ ચીનની એક હોસ્પિટલમાં 61 વર્ષની વયે મૃત્યુ પામ્યા. 2010માં શ્યાબાઓને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમને નોબેલ આપનારી સમિતિનું કહેવું છે કે, તેમના મૃત્યુ માટે સૌથી વધુ ચીન જ જવાબદાર છે. 
 
- હવે બીજિંગને તેમની નજરબંધ પત્નીને છોડવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. 
- ચીનમાં સત્તાવાર રીતે પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા એક સરકારી અખબારે આ મામલાને રાજકીય રંગ આપવાનો આરોપ વિદેશી સત્તાઓ પર લગાવ્યો છે. 
- લૂ શ્યાબાઓને ગત મહિને ઉત્તર-પૂર્વ શહેર શેનયાંગની એક જેલમાં ખૂબ જ સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા હતા. 
- ચીનની સરકારે પશ્ચિમી દેશો દ્વારા લૂ શ્યાબાઓ નો ઇલાજ દેશની બહાર કરવાની માંગને એમ કહીને ઠુકરાવી દીધો હતો કે બીમારીની કારણે તે યાત્રા કરવા માટે સક્ષમ ન હતા.  
- જો કે હાલમાં તેમની તપાસ માટે પહોંચેલા જર્મન અને અમેરિકન ડોક્ટરનું કહેવું હતું કે, તેઓ ઇલાજ માટે વિદેશ લઇ જવા લાયક છે. 
- લૂ શ્યાબાઓનું નિધન તેમની પત્ની અને પરિજનોની હાજરીમાં થયું. 
- તેમના મૃત્યુ પછી શેનયાંગના સ્થાનિક અધિકારીઓ એ એક નિવેદનમાં જાહેર કર્યું કે, લૂ શ્યાબાઓના શરીરના ઘણા અંગો એ કામ કરવાનું બંધ કરી દીધું હતું, તેમને બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.
 
 
કોણ હતા લૂ શ્યાબાઓ 

- પૂર્વ પ્રોફેસર એવા 61 વર્ષીય લૂ શ્યાબાઓને સત્તા ઉખાડવાના પ્રયાસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 
- તેઓ લિવર કેન્સરથી પીડાઇ રહ્યા હતા. 
- ચીનની સરકારે તેમને અપરાધી ઘોષિત કરી તેમને જીવનકાળ દરમિયાન ઘણીવાર જેલ મોકલ્યા. 
- પોતાના વિદ્રોહી રાજકીય વિચારો તથા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની આકરી ટીકા કરવા બદલ જાણીતા લૂ સતત લોકશાહીવાળા તથા મુક્ત ચીનનું અભિયાન ચલાવતા હતા. 
- તેમના સામાજિક અભિયાનની સૌથી અગત્યની ચળવળ 1989માં થઇ, ત્યારે તિયાનમેનમાં નરસંહાર થયો હતો. 

આગળ વાંચોઃ લૂ શ્યાબાઓના નિધન અંગે શું કહે છે ચીની મીડિયા
અન્ય સમાચારો પણ છે...