દુનિયાનું પ્રથમ ફુલ બોડી ટ્રાન્સપ્લાન્ટ: આખું ધડ બદલશે ડોક્ટર્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્બિનઃ શું એવું શક્ય છે કે કોઈ વ્યક્તિનું માથું બીજી કોઈ વ્યક્તિના શરીર પર લગાવી શકાય. ચીનના હાર્બન મેડિકલ યુનિવર્સિટીમાં ઓર્થોપેડિક સર્જન ડૉ. રેને આ અસંભવ લાગતા ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે. અમેરિકામાં 16 વર્ષ રહીને 2012માં ચીન પરત આવેલા ડૉ. રેનેના આ વિશ્વાસ પાછળ કેટલાક આધાર છે. તેઓ અમેરિકામાં થયેલી પહેલી હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના સભ્ય છે. તાજેતરમાં જ ઉંદર અને વાનર પર માથાના ટ્રાન્સપ્લાન્ટનો સફળ પ્રયોગ કરી ચૂક્યા છે. ડૉ. રેને માણસ પર આવા ઓપરેશનને મોટો પડકાર માને છે.
તેઓ કહે છે કે, અસંભવ જેવું લાગે છે. મેં 30 વર્ષમાં ઘણા મુશ્કેલ ઓપરેશન કર્યાં છે, પરંતુ તેની કોઈની સાથે સરખામણી ન કરી શકાય. બીજી તરફ આવી યોજનાની તબીબીજગતમાં ટીકા થઈ રહી છે. તેના બે કારણ છે. એક એ કે મોટા ભાગના લોકો માને છે કે આ સંભવ નથી. બીજુ કે, નૈતિક રીતે પણ આવા ઓપરેશન અયોગ્ય માનવામાં આવે છે. પરંતુ ચીનમાં કેટલાક લોકો આ પ્રકારનું ઓપરેશન કરાવવા તૈયાર છે. તેમાં 62 વર્ષના વાંગ હાનમિંગ પણ છે. વાંગ છ વર્ષ પહેલા એક મિત્ર સાથે રેસલિંગમાં પેરાલિસિસનો શિકાર થઈ ગયા હતા. ત્યારથી ગરદનની નીચેનું શરીર નિષ્ક્રિય થઈ ગયું છે.
તેમની પુત્ર ઝાઈ જણાવે છે કે, હાલમાં એવી સ્થિતિ છે કે, તેઓ જીવી નથી શકતા કે મરી પણ નથી શકતા. પરિવાર જાણે છે કે, જો ઓપરેશન નિષ્ફળ જાય તો વાંગ મૃત્યુ પામશે, પરંતુ તેમને છતાંય આશા છે.

સળિયાથી જોડવાનો પ્રયાસ

મૃત ડોનરના શરીર પર જીવીત વ્યક્તિનું માથું લગાવાશે. શરીર અને માથાની રક્તવાહિનીઓને જોડાશે. ગરદન સ્થિર રાખવા તેમાં સળિયો નાખવામાં આવશે. સ્પાઈનલ કોર્ડ નર્વને એક ગ્લૂથી પલાળાશે, જેથી તેનો ગ્રોથ થઈ શકે. છેવટે બંને શરીરની ત્વચા સીલ કરાશે.

શું આ શક્ય છે?
પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના પેન ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર ડૉ. અબ્રાહમે કહ્યું કે, માથું અને શરીરને ટ્રાન્સપ્લાન્ટ પહેલા પ્રિઝર્વ રાખવું શક્ય છે. બ્લડ વેસેલ્સ અને મસલ્સને જોડવા શક્ય છે. ઈમ્યુન રિએક્શન પણ કંટ્રોલ થઈ શકે. પરંતુ સ્પાઈનલ કોડને ગ્લૂથી જોડવાનું શક્ય નથી.
- ડૉ. રેને કહે છે કે, બોડી ટ્રાન્સપ્લાન્ટનો પ્રયોગ માણસોના મૃતદેહ પર કરી ચૂક્યા છે. જોકે હાલમાં તે ફાઈન્ડિંગ્સની જાણકારી આપવાનો ઈનકાર કરે છે.
- આ વર્ષના આરંભમાં તેમણે વાનરનું બોડી ટ્રાન્સપ્લાન્ટ કર્યું. વાનર માત્ર 20 કલાક જીવિત રહ્યો હતો. સ્પાઈનલ કોડ જોડી શકાયો નહોતો.
- ડૉ. રેને ઉંદરો પર ટ્રાન્સપ્લાન્ટના 1000થી વધુ ઓપરેશન કરી ચૂક્યા છે. તે પછી પણ દરેક ઉંદર જીવિત છે. આ રીત માણસમાં અજમાવશે.
અન્ય સમાચારો પણ છે...