તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ, એકનું મોત, ઘણા ઘરો થયા જમીન દોસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્લામાબાદઃ ચીનમાં શુક્રવાર રાત્રે ભૂકંપના જબરદસ્ત આંચકા આવ્યા. રિક્ટર પર તેની તીવ્રતા 6.7 હતી. ઓટોનોમસ વિસ્તાર શિનજિયાંગ ઉઇગરના અક્ટો કાઉન્ટીમાં લોકોએ ઝાટકા અનુભવ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિના મૃત્યુ પામવાના અહેવાલ છે. ઘણા બિલ્ડિંગ્સ અને રેલવે લાઇનને ખૂબ નુકસાન પહોંચ્યું છે.
ઠંડા વિસ્તારોમાં હતું ભૂકંપ કેન્દ્ર

- શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, કિજિલ્સૂ કિરઘિજ ઓટોનોમસ પ્રોવિન્સમાં ભૂકંપના આંચકાથી એક વ્યક્તિનું મોત થયું છે. તે ગામમાં છ ઘર સંપૂર્ણ રીતે ધ્વંસ્ત થઇ ગયા.
- લોકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, ભૂકંપનું સેન્ટર ઠંડા વિસ્તારોમાં જમીનથી 10 કિમી નીચે હતું, જેને ઓછી વસ્તીવાળા વિસ્તાર માનવામાં આવે છે.
- ભૂકંપના આંચકા અનુસાર, રાત્રે 10.24 કલાકે અનુભવાયા હતા.
- સધર્ન શિનજિયાંગમાં રેલવે સ્ટેશનને બંધ કરવામાં આવ્યું હતું.
- જો કે, અમેરિકન જિયોલોજિકલ સર્વે અનુસાર, પહેલા આ ભૂકંપની તીવ્રતા 6.7 હતી.
અન્ય સમાચારો પણ છે...