તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિડનીથી શાંઘાઇ જતાં પ્લેનમાં પડ્યું મોટું કાણું, 70 કિમી સુધી ઉડતું રહ્યું હતું વિમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સની એક ફ્લાઇટ રવિવારે એક ભયાનક દુર્ઘટનાથી બચી. સિડનીથી શાંઘાઇ જતી ફ્લાઇટે ટેક-ઓફ કર્યું તેની થોડીવારમાં જ પાયલટને એન્જિનમાં ખરાબી હોવાનો અંદેશો થયો. ખબર પડી કે, એન્જિન પાસે બહુ જ મોટું કાણું પડી ગયું છે. જો કે, ત્યાં સુધીમાં પ્લેન 70 કિમી ઉડી ચૂક્યું હતું. તે સમયે ફ્લાઇટ 5000 ફૂટ ઊંચાઇ હતી. બાદમાં પ્લેનને સિડની પાછું વાળી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. પ્લેનમાં 297 પેસેન્જર્સ હતા. 
 
મોટી દુર્ઘટના ટળી

- ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સના પ્લેન એમયૂ-736એ રવિવાર (11 જૂન) રાત્રે 10.30 કલાકે સિડનીથી શાંઘાઇ માટે ઉડાન ભરી હતી. 
- એરલાઇન્સના જનરલ મેનેજર કેથી ઝાંગે જણાવ્યું કે, વિમાનના ક્રૂને ડાબા એન્જિનમાં પડેલા વિશાળ કાણા અંગે લગભગ અડધો કલાક પછી ખબર પડી. આ દરમિયાન પ્લેન 70 કિમી જેટલું ઉડી ચૂક્યું હતું. 
- પ્લેનના એન્જિનમાં આ કારણું ઉડાન ભર્યા પછી હવામાં પડ્યું હતું. 
- પાયલટે કાણું પડવાનો અવાજ સાંભળ્યો અને તરત સિડની એરપોર્ટ પાછા ફરવાનો નિર્ણય લીધો. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. અહીં એ કહેવું આવશ્યક છે કે, એક મોટી દુર્ઘટના ટળી ગઇ. 
 
પેસેન્જર્સે કહ્યું: બળવાની વાસ આવી રહી હતી

- એક પેસેન્જરે જણાવ્યું કે, ટેક-ઓફની થોડી જ વારમાં અમને ફ્લાઇટમાં બળવાની વાસ આવી રહી હતી. અમે તેની ફરિયાદ પણ કરી હતી. 
- અન્ય એક મુસાફરે કહ્યું કે, પહેલા અમને ધીમો અવાજ સંભળાયો, પરંતુ એમ લાગી રહ્યું હતું કે, કોઇ વસ્તુ અથડાઇ રહી છે. પરંતુ પછી અવાજ ખૂબ મોટો થઇ ગયો. લેફ્ટ એન્જિન તરફથી આ અવાજ આવી રહ્યો હતો. 
- અમે બધા બહુ જ ડરી ગયા હતા, એમ લાગી રહ્યું હતું કે હવે કંઇ પણ થઇ શકે છે. 
 
કાણું બહુ જ ડરામણું હતું

- નીચે ઉતરીને પ્લેનમાં પડેલા કાણાને જોઇને મોટાભાગના પેસેન્જર્સ ડરી ગયા હતા. 
- કાર્લ નામની એક પેસેન્જરે કહ્યું કે, લેન્ડ થયા પછી જ્યારે એન્જિનની હાલત જોઇને મને સખત ડર લાગ્યો હતો.  
- બ્રેન્ડન ગ્રેંગર નામના એક પેસેન્જરે જણાવ્યું કે, પ્લેન ઉતરતા જ અમે એન્જિન તરફ જોયું. તેમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. જો થોડી વધુ વાર લાગી હોત તો પરિણામ ભયાનક હોત.
- જ્યારે અન્ય એક પેસેન્જરે કહ્યું કે, અમે ભગવાનના આભારી છીએ કે અમારો જીવ બચી ગયો. સેફ લેન્ડિંગ પછી મને ખબર પડી કે, જ્યારે સમસ્યા સર્જાઇ ત્યારે અમે 5000 ફૂટ ઊંચાઇ હતા.
સ્લાઇડ્સ બદલોને જુઓ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...