તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીને બનાવ્યું પાણીમાં દોડતું દુનિયાનું સૌથી ઝડપી આર્મી વ્હીકલ, USને છોડ્યું પાછળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીને દુનિયાનું સૌથી ઝડપી ચાલતું એમ્ફિબિયસ આર્મર્ડ વ્હીકલ (પાણી અને જમીન પર ચાલી શકે તેવું) બનાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્હીકલની ઝડપ 50 કિમી પ્રતિકલાક છે. દુનિયાભરના દેશો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા એમ્ફિબિયસ પાણીમાં ખૂબ જ ઓછી ઝડપ ધરાવે છે.
 
- આ વ્હીકલને નોર્થ ચાઈના ઈસ્ટિટ્યૂટ ઓફ વ્હીકલ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.
- એમ્ફિબિયસ આર્મર્ડ વ્હીકલ શાંત પાણીમાં 50 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે, જે દુનિયાનું અન્ય આવું વ્હીકલ આટલી ઝડપે દોડી શકતું નથી.
- જો કે હાલ આ વ્હીકલમાં લગાવવામાં આવેલા હથિયારો પ્રોડક્શન સ્તર પર છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હથિયાર લગાવ્યા બાદ વ્હીકલની સ્પીડ 19-28 કિમી પ્રતિકલાક થઈ શકે છે.

આ પહેલા અમેરિકાએ બનાવ્યું હતું આવું વ્હીકલ
 
અગાઉ અમેરિકાએ પણ આવું જ એક વ્હીકલ તૈયાર કર્યું હતું, તેની પાણીમાં સ્પીડ 9 કિમી પ્રતિકલાક હતી, એક સાયન્સ મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે કોમ્પેક્ટ પંપજેટની મદદથી આ સૌથી વધુ ઝડપે ચાલનારું એમ્ફિબિયસ વ્હીકલ હતું. આ વ્હીકલ પોતાના આકારને કારણે પાણીમાં મોજા સાથે ટકી રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્હીકલના પાર્ટ્સ ખૂબ જ હલકા હોય છે, જેથી તેની સ્પીડ વધારવામાં મદદ મળે છે.
અન્ય સમાચારો પણ છે...