કરુણતાઃ મા એ ત્યજેલી 5 વર્ષની બાળકી રાખે છે દાદી અને પરદાદીનું ધ્યાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ મોટાભાગના પાંચ વર્ષના બાળકો ભણવામાં અને રમવામાં મસ્ત રહેતા હોય છે પરંતુ ચીનની એન્ના વાંગ નામની બાળકીના માથે નાનકડી ઉંમરે હિમાલય જેવી જવાબદારી આવી છે. સાઉથવેસ્ટ ચીનમાં રહેતી એન્ના પર દાદી અને પરદાદીનું ધ્યાન રાખવાની જવાબદારી છે. આખા પરિવારમાં માત્ર એન્ના જ બચી છે આથી તેના માથે આટલી કપરી જવાબદારી આવી છે. 
 
પિતા જેલમાં, મા એ ત્યજી દીધી

- એન્ના જ્યારે ત્રણ મહિનાની હતી ત્યારે તેના પિતાને કોઇ અજાણ્યા કારણોસર જેલમાં પૂરવામાં આવ્યા હતા.
- ત્યારથી તેની મા પર સમગ્ર પરિવારની જવાબદારી હતી. 
- એન્ના પાંચ વર્ષની થઇ ત્યારે ત્યારે તેની મા એ બીજા લગ્ન કર્યા અને તેને છોડીને ચાલી ગઇ.
- ઝુયિન નામના પર્વતોમાં અત્યંત દુર્ગમ વિસ્તારમાં રહેતી એેન્ના પર દાદી અને 92 વર્ષના પરદાદીનું ધ્યાન રાખવાની જવાબદારી છે. 
- નાનકડી એન્ના બંને દાદીઓ માટે ભોજન એકઠું કરે છે. તેમના માટે રસોઇ બનાવે છે. 
- એટલું જ નહીં બંને દાદીઓને ન્હવડાવવાનું અને ટોઇલેટ લઇ જવાનું કામ પણ નાનકડી એન્ના જ કરે છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ હૃદય હચમચાવી મૂકે તેવી એન્નાનાં જીવનના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...