મહિલાએ લગાવી બિલ્ડિંગમાંથી મોતની છલાંગ, પોલીસમેને કરી કેચ

પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો

DivyaBhaskar.com | Updated - Mar 16, 2018, 07:56 PM
police officer catches a woman
ચીનની પોલીસ વિશ્વમાં કદાચ બેસ્ટ હશે - આ વાતનો પુરાવો થોડા દિવસ પહેલાં જ મળ્યો. થયું એવું કે ચીનના અસ્કુ વિસ્તારમાં એક સ્ત્રીને પતિ સાથે ઝઘડો થયો. ઝઘડો એ સ્થિતિએ પહોંચ્યો કે પત્નીએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. જીવ કાઢી નાખવા માટે એ અપાર્ટમેન્ટની બાલ્કની પર ચડી ગઈ. એણે જરા સરખો પણ વિચાર કર્યા વિના નીચે ઝંપલાવી દીધું. પરંતુ અહીં જ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. તે સ્ત્રી કૂદી રહી હતી ત્યારે જ નીચે બે પોલીસમેન ઊભા હતા. સ્ત્રીએ મોતની છલાંગ લગાવી કે નીચે ઊભેલા પોલીસમેને તેને આબાદ ઝીલી લીધી આને કારણે તે સ્ત્રીનો આબાદ બચાવ થઈ ગયો. પરંતુ તે સ્ત્રીને બચાવવા જતાં તે પોલીસમેનને ખાસ્સી ઈજા પહોંચી છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જબ્બર વાઇરલ થયો છે.

X
police officer catches a woman
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App