Home » International News » China » ભારતમાં બનશે આ ફાઈટર પ્લેન | This is the fighter plane for which China has opposed to India

ભારતમાં બનશે આ ફાઈટર પ્લેન, જેના નામ માત્રથી ચીનમાં છવાઈ જાય છે ફફડાટ

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 05:00 PM

પોતાની રીતનું આ દુનિયાનું એકમાત્ર એવું ફાઈટર પ્લેન છે, જે જમીનની સાથે પાણી ઉપર પણ લેન્ડ કરી શકે છે

  • ભારતમાં બનશે આ ફાઈટર પ્લેન | This is the fighter plane for which China has opposed to India
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: જો બધું જ બરાબર ચાલ્યું તો ભારતમાં જલ્દી જ એ ફાઈટર પ્લેન બનશે, જેના નામ માત્રથી ચીનમાં ફફડાટ વ્યાપી જાય છે. ચેન્નાઇમાં ચાલી રહેલા ડિફેન્સ એક્સ્પોમાં આ પ્લેનને લઈને એક મોટો કરાર થયો હોવાની પ્રાથમિક માહિતી છે. પોતાની રીતનું આ દુનિયાનું એકમાત્ર એવું ફાઈટર પ્લેન છે, જે જમીનની સાથે પાણી ઉપર પણ લેન્ડ કરી શકે છે. આ જ કારણ છે કે આ કરારની ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. આવો જાણીએ આ પ્લેન અને કરાર વિશે વિસ્તારથી...

    આ છે શિનમેવા US-2 ફાઈટર પ્લેન
    ડિફેન્સ એક્સ્પોમાં જે ફાઈટર પ્લેનને લઈને કરાર થયો છે, તે જાપાનના એમ્બેફીયર્સ એરક્રાફ્ટ યુએસ - 2. આ દુનિયાનું એકમાત્ર એવી એરક્રાફ્ટ છે જે જમીન અને પાણી પર એક જ રીતે લેન્ડિંગ અને ટેકઓફ કરી શકે છે. આ એરક્રાફ્ટને લઈને ભારત સરકાર અને જાપાન સરકાર વચ્ચે 2 વર્ષથી વાતચીત ચાલી રહી હતી.

  • ભારતમાં બનશે આ ફાઈટર પ્લેન | This is the fighter plane for which China has opposed to India
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મહિન્દ્રાએ જાપાની કંપની સાથે કર્યો કરાર


    ભારતીય કંપની મહિન્દ્રા ડિફેન્સે જાપાનની કંપની શિનમેવા ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને આ કરાર કર્યો છે. મહિન્દ્રા ડિફેન્સની એકતરફી અપાયેલી જાણકારી મુજબ US 2 પ્લેનના મુખ્ય ભાગોના જોડાણ, તેમનું ઉત્પાદન અને એમઆરઓ સર્વિસ ભારતમાં થશે. જણાવી દઈએ કે US-2 જહાજનું પ્રોડક્શન જાપાનની કંપની શિનમેવા ઇન્ડસ્ટ્રીઝ કરે છે.

  • ભારતમાં બનશે આ ફાઈટર પ્લેન | This is the fighter plane for which China has opposed to India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    જાપાન નેવી યૂઝ કરે છે આ પ્લેન 


    હાલ તો આ પ્લેન જાપાની નેવી યુઝ કરે છે. મહિન્દ્રા ડિફેન્સ મુજબ ભારત અને જાપાન આ પ્લેનને નેવીમાં સામેલ કરવા માટેના વિકલ્પ વિચારી રહી છે, આ બાબતે વાતચીત ચાલુ છે. તે કોઈપણ પરિસ્થિતિમાં જમીન અને પાણી બંને પર ઉતરી શકે છે.

  • ભારતમાં બનશે આ ફાઈટર પ્લેન | This is the fighter plane for which China has opposed to India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હિન્દ મહાસાગરમાં બની શકે છે નેવીની ઢાલ


    હાલ આ પ્લેન પર છેલ્લી મહોર નથી લાગી શકી, પણ જો તે નેવીમાં સામેલ થઇ ગયું તો હિન્દ મહાસાગરમાં તે ભારતીય નેવી માટે ઢાલ બનીને કામ આવી શકે છે. તે લાંબા અંતર સુધી જઈ શકે છે અને તેની રેન્જ લગભગ 4700 કિમી છે. જો ભારતનું કોઈ જહાજ હિન્દ મહાસાગરમાં છે અને તે ભારતથી 3 કે 4 દિવસના અંતરે છે તો તેમાં ગડબડી થવા પર આ વિમાન સ્પેરપાર્ટ્સ લઈને જલ્દીથી જલ્દી પહોંચી શકે છે.

  • ભારતમાં બનશે આ ફાઈટર પ્લેન | This is the fighter plane for which China has opposed to India

    ચીન કરી ચૂક્યું છે વિરોધ 


    2 વર્ષ પહેલા આ વિમાનને લઈને જયારે ભારત અને જાપાન વચ્ચે વાતચીત શરૂ થઇ હતી, ત્યારે ચીને વિરોધ નોંધાવ્યો હતો. ચીને કહ્યું હતું કે આ કરારનો હેતુ વિવાદિત દક્ષિણી ચીન સાગરમાં બેઇજિંગ મુદ્દે દબાવ નાખવાનું છે તો તેને શર્મનાક માનીશું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ