આ છે ચીનના અમિત શાહઃ 'જિન'ની રાજકીય સફળતા પાછળ છે આમનું ભેજું

શી જિનપિંગને અહીં સુધી પહોંચાડવા માટે કોણ આપ્યો છે સાથ? કોણ છે જે ઓળખાય છે ચીનના અમિત શાહ તરીકે?

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 05:22 PM
પ્રોફેસર-ટર્ન્ડ-પોલિટિશિયન વેંગ હૂ નેન (ફાઇલ)
પ્રોફેસર-ટર્ન્ડ-પોલિટિશિયન વેંગ હૂ નેન (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનમાં કોઇ પણ રાજકીય વ્યક્તિ બે વખતથી વધુ વાર પ્રેસિડન્ટ ના બની શકે તેવા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ અહીંના પ્રેસિડન્ટ શી જિનપિંગ માટે આજીવન પ્રેસિડન્ટ પદે રહેવાના તમામ રસ્તાઓ ખૂલી ગયા છે. ચીનના પ્રેસિડન્ટ પદે રહીને શી જિનપિંગે દેશને યુએસ કરતાં પણ આગળના સ્થાને લાવીને મુકી દીધો છે. શીએ ચીનને એક અંતર્દેશીય રાષ્ટ્રમાંથી વિશ્વ જીતવા માટે નિકળેલા દેશ તરીકે સ્થાપિત કર્યો છે. પરંતુ શી જિનપિંગને અહીં સુધી પહોંચાડવા માટે કોણ આપ્યો છે સાથ? કોણ છે જે ઓળખાય છે ચીનના અમિત શાહ તરીકે?

પ્રોફેસરમાંથી રાજકારણમાં પ્રવેશેલા આ શખ્સનું છે ભેજું


- શી જિનપિંગની વૈચારિક આક્રમતા પાછળ પ્રોફેસર-ટર્ન્ડ-પોલિટિશિયન વેંગ હૂ નેનનું દિમાગ છે. વેંગ હૂ નેન જિનપિંગ પહેલાં પણ ચીનના બે ભૂતપૂર્વ પ્રેસિડન્ટને ગાઇડ કરી ચૂક્યા છે.
- રાષ્ટ્રને અનેક રીતે મહાન બનાવવાના જિનપિંગના ચાઇના ડ્રીમ પાછળ પણ મુખ્યત્વે વેંગ હૂ નેનનું ભેજૂ છે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જીઆંગ ઝેમીનની 'થિયરી ઓફ થ્રી રિપ્રેઝન્ટ્સ' અને હ્યુ જીન્તાઓની 'સાયન્ટિફિક થિયરી ઓફ ડેવલપમેન્ટ'નો મુખ્ય ડ્રાફ્ટ વેંગ હૂ નેને જ તૈયાર કર્યો હતો.
- ચીનના હેન્રી કિસિંગર (જેઓ શી જિનપિંગની લગભગ તમામ ઇન્ટરનેશનલ ટ્રીપમાં સાથે રહ્યા હતા) તરીકે ઓળખાયા બાદ હવે વેંગને ચીનના અમિત શાહ તરીકેનું નવું બિરૂદ મળ્યું છે.

આગળની સ્લાઇડમાં જાણો, અમિત શાહ અને વેંગ હૂ નેન વચ્ચે શું છે સામ્યતા...

વેંગ હૂ નેન સાથે શી જિનપિંગ (ફાઇલ)
વેંગ હૂ નેન સાથે શી જિનપિંગ (ફાઇલ)

જેબિન ટી જેકોબ નામના સ્ટુડન્ટે રજૂ કરી આ થિયરી 


- ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇનીઝ સ્ટડીઝ કરતાં દિલ્હીના એક સ્ટુડન્ટ જેબિન ટી. જેકોબે એક ન્યૂઝપેપરમાં લખેલા આર્ટિકલ અનુસાર, વેંગ એ શી જિનપિંગ માટે એ પદ ધરાવે છે જે અમિત શાહ આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ધરાવે છે. 'જો અમિત શાહની જોબ મોદીને રાજકીય દાવપેચ અને આંટાઘૂંટીમાં સફળતા અપાવવાની છે, તેવી જ રીતે વેંગની જોબ છે શી જિનપિંગને સતત પાવર અને ઓથોરિટીમાં બનાવીને રાખવાની.'
- જેકોબે બંને દેશો અને ત્યાંના ટોપ લીડર્સને ધ્યાનમાં રાખીને એક થિયરી પણ રજૂ કરી છે. 
- જેકોબ અનુસાર, જો મોદી અને શાહ બંને સાથે મળીને એક પોલિટિકલ પાર્ટીને અલગ જ રીતે ઉભી કરી શકે છે અને વૈશ્વિક ધોરણે બિઝનેસ ઇન્ટરેસ્ટ પૂર્ણ કરીને - ડીજીટલ ઇન્ડિયા, સ્માર્ટ સિટીઝ અને આધારની ઉપયોગીતાને ભારતમાં લાવી શકે છે. આ જ પ્રકારે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીએ) હેઠળ શી અને વેંગનું વિઝન ચીનને ગ્લોબલ પાવર બનાવવાનું છે.  


ભૂતપૂર્વ પ્રોફેસરનું દિમાગ અને શીની સત્તા 


- ફ્યુડન યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર વેંગ ચીનના 'સોફ્ટ પાવર' કોન્સેપ્ટ માટે પણ જાણીતા છે. એક એવો વિચાર જે રાષ્ટ્રની સંસ્કૃતિ અને જીવનશૈલીનો પ્રભાવ અન્ય રાષ્ટ્રો પર સરળતાથી પાડી શકે છે. 
- ચીનને ગ્લોબલ પાવર બનાવવાના શીના વિઝન પાછળ સોફ્ટ પાવર જ મુખ્ય આઇડિયા ગણાય છે. 
- પ્રોફેસર તરીકે વેંગે 'neo-authoritarianism' (નિઓ- સરમુખત્યારશાહી) વિશે લખ્યું છે. જેમાં તેઓએ પોલિટિક્સમાં લાંબા સમય સુધી ટકી રહેવા અને ઇકોનોમિક ડેવલપમેન્ટ્સ ઉપરાંત લોકશાહી અને વ્યક્તિગત હક્કો વિશેની સમજણ આપી છે.  
- વેંગને પોતાના પડખે રાખીને શી જિનપિંગ તેઓના ચીનને મહાન સત્તા બનાવવાના સપનાંને સરળતાથી પૂર્ણ કરી શકે છે. આની પાછળ જિનપિંગના આઇડિયા અને વેંગનું અસરકારક ફ્રેમવર્ક અને ફોરેન પોલિસી કામ કરે છે. 

 

X
પ્રોફેસર-ટર્ન્ડ-પોલિટિશિયન વેંગ હૂ નેન (ફાઇલ)પ્રોફેસર-ટર્ન્ડ-પોલિટિશિયન વેંગ હૂ નેન (ફાઇલ)
વેંગ હૂ નેન સાથે શી જિનપિંગ (ફાઇલ)વેંગ હૂ નેન સાથે શી જિનપિંગ (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App