જિનપિંગ આજીવન રહેશે પ્રેસિડન્ટ, ચીને ખતમ કરી 2 વખત પ્રેસિડન્ટની સીમા

પ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં 2964 સભ્યોએ વોટિંગ કર્યુ

divyabhaskar.com | Updated - Mar 11, 2018, 03:20 PM
64 વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા (ફાઇલ)
64 વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગનો ત્રીજી વખત પણ પ્રેસિડન્ટ બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે. રવિવારે ચીનની સંસદે સંવિધાનના એવા નિયમોને હટાવી દીધા છે જે હેઠળ કોઇ પણ વ્યક્તિ માત્ર 2 વખત જ પ્રેસિડન્ટ રહી શકે છે. આ સાથે જ જિનપિંગ ઇચ્છે ત્યાં સુધી દેશના પ્રેસિડન્ટ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગયા સપ્તાહે સંસદમાં આ મુદ્દે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વોટિંગમાં કોંગ્રેસના 2964 સભ્યોમાંથી માત્ર બે સભ્યોએ જ પ્રસ્તાવના વિરૂદ્ધમાં વોટ કર્યો, જ્યારે ત્રણ સભ્યોએ વોટિંગમાં ભાગ લીધો નહતો.


ત્રીજીવાર પણ પ્રેસિડન્ટ પદે રહેવા ઇચ્છે છે જિનપિંગ


- ગયા વર્ષે ઓક્ટોબરમાં જિનિપિંગના ખાસ 69 વર્ષના વાંગ કિશાને પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીથી રાજીનામુ આપી દીધું હતું. ચીનમાં 70 વર્ષની ઉંમર બાદ અધિકારી પોતાના પદે નથી રહી શકતા.
- જો કે, રાજીનામું આપ્યા બાદ આ વર્ષે તેઓને સંસદ પ્રતિનિધિ બનાવવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની લીડરશિપ તેઓને ઉપરાષ્ટ્રપતિ બનાવવા ઇચ્છે છે.
- ચીનમાં પાર્ટી અધ્યક્ષનો રોલ પ્રેસિડન્ટથી પણ વધારે મોટો ગણાય છે અને જિનિપંગને ટૂંક સમયમાં જ તે સ્થાન આપવામાં આવશે તેવી શક્યતાઓ છે. જેનાથી પ્રેસિડન્ટ પદેથી હટ્યા બાદ પણ તેઓ ચીનના સૌથી શક્તિશાળી વ્યક્તિત્વ રહી શકે છે.

આગળની સ્લાઇડમાં જાણો, માઓ બાદ બીજાં સૌથી શક્તિશાળી નેતા છે જિનપિંગ...

પ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં 2964 સભ્યોએ વોટિંગ કર્યુ
પ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં 2964 સભ્યોએ વોટિંગ કર્યુ

માઓ બાદ બીજાં સૌથી શક્તિશાળી નેતા બન્યા જિનપિંગ 


- 64 વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા. સંસદમાં પ્રેસિડન્ટ પદ માટે ઉભા રહેવાની સીમા ખતમ કર્યા બાદ હવે જિનપિંગ માઓત્સે તુંગ બાદ ચીનના બીજાં સૌથી શક્તિશાળી નેતા છે. 
- ગયા અઠવાડિયે આ પ્રસ્તાવને રજૂ કર્યા પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટીના 7 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીએ એકમતથી જૂના નિયમને બદલવાની વાત પર મહોર લગાવી હતી. ત્યારબાદથી એવું કહેવાય છે કે, જિનપિંગ હવે પોતાના જીવનકાળ સુધી ચીનના પ્રેસિડન્ટ રહેવા ઇચ્છે છે. 

 

X
64 વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા (ફાઇલ)64 વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા (ફાઇલ)
પ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં 2964 સભ્યોએ વોટિંગ કર્યુપ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં 2964 સભ્યોએ વોટિંગ કર્યુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App