ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » China» Chinease space lab Tiangong 1 fall crash on earth

    ધરતી પર પડી શકે છે ચીનનું સ્પેસ સ્ટેશન, આકાશમા જ લાગશે આગ

    Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 09:43 AM IST

    વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તે પડવાને કારણે કોઈપણ પ્રકારના નુકસાનની આશંકા નથી. જો કે તે ક્યાં પડશે તેની કોઈ જાણ નથી.
    • જર્મનીના ફ્રાઉનહોફર ઈન્સ્ટીટ્યૂટે ગુરૂવારે સ્પેસ સ્ટેશનની તસ્વીર જાહેર કરી હતી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      જર્મનીના ફ્રાઉનહોફર ઈન્સ્ટીટ્યૂટે ગુરૂવારે સ્પેસ સ્ટેશનની તસ્વીર જાહેર કરી હતી

      બેઈજિંગઃ ચીનનો પ્રથમ પ્રોટોટાઈપ સ્પેસ લેબ તિયાંગોંગ-1 રવિવારે ધરતી પર ક્રેશ થઈ શકે છે. યુરોપિયન સ્પેસ એજન્સી એરોસ્પેસ કોર્પ મુજબ તિયોંગોંગ રવિવારે કે સોમવાર દરમિયાન ભારતીય સમયાનુસાર રાત્રે ધરતીની કક્ષામાં આવી શકે છે. ચીનની સ્પેસ એજન્સી ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને મે, 2017માં જ એલાન કરી દીધું હતું કે સ્પેસ લેબથી તેમનો સંપર્ક માર્ચ, 2016નાં રોજ કટ થઈ ગયો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તે પડવાને કારણે કોઈપણ પ્રકારના નુકસાનની આશંકા નથી. જો કે તે ક્યાં પડશે તેની પણ કોઈ જ પુરતી જાણકારી હજુ સુધી નથી.

      ચીનના સ્પેસ સ્ટેશનની કેટલીક મહત્વની વાતો

      1) શું છે ચીનનું તિયોંગોંગ-1 સ્ટેશન?

      - તિયોંગોગ-1 જેને અંગ્રેજીમાં હેવેનલી પ્લેસેઝ તરીકે પણ બોલાવવામાં આવે છે, ચીનનું પ્રથમ પ્રોટોટાઈપ સ્પેસ લેબ પ્રોજેક્ટ હતું. તેને કોઈપણ યાત્રી વગર સપ્ટેમ્બર, 2011માં લોન્ચ કરાયું હતું. આ લેબ પૃથ્વીની કક્ષમાં 350 કિલોમીટર પર સ્થાપિત કરાયું હતું. અહીં જાણ કરવાની કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની કક્ષામાં લગભગ 400 કિલોમીટર ઉપર હતું.
      - લગભગ 9.4 ટન, 34 ફુટ લાંબુ અને 11 ફુટ પહોળું આ લેબની અંદર 530 ક્યૂબિક ફુટની જગ્યા છે. જેમાં એક સાથે બે લોકોને રહેવાની જગ્યા હતી. ચીનના 2022 સુધી અંતરિક્ષમાં એક સ્પેસ સ્ટેશન મોકલવાની રાહમાં આ એક સફળ મિશન હતું.

      2) સ્પેસમાંથી કેમ પડી રહ્યું છે તિયોંગોંગ?

      - ચીનના તિયોંગોંગ-1 માત્ર બે વર્ષની ટાઈમ લિમિટ સુધી કામ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. પહેલાં ચીનની યોજના હતી કે સ્પેસ લેબને પૃથ્વીની ધરીથી બહાર કરી દઈશું, જેના તિયોંગોંગ પોતાની જાતે જ અંતરિક્ષમાં ખતમ થઈ જાય. જો કે, મે-2011થી માર્ચ 2016 સુધી લગભગ 5 વર્ષ કામ કર્યાં પછી આ ચીની સ્પેસ એજન્સીના નિયંત્રણથી બહાર થઈ ગયું. જેના કારણે પૃથ્વની ગુરૂત્વાકર્ષણ બળે તેને પૃથ્વીની અંદર ખેંચી લીધું.

      3) ક્યાં પડી શકે ચે તિયોંગોંગ?
      - તિયોંગોંગ 1 કયાં પડશે તે અંગે સ્પેસ એજન્સીઓ હજુ સુધી યોગ્ય અંદાજ નથી લગાવી શકી. માનવામાં આવે છે કે આ ઓસ્ટ્રેલિયાના તસમેનિયાથી લઈને સાઉથ આફ્રિકાના કેપટાઉન સુધી કોઈપણ જગ્યાએ ક્રેશ થઈ શકે છે.
      - જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકોએ આ અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમકે પૃથ્વીની કક્ષામાં આવતાં જ આ સળગીને ટૂકડે ટૂકડા થઈ જશે. આશંકા છે કે આ કોઈ મહાસાગરમાં આગના ગોળાની જેમ પડતું જોઈ શકાય છે.

      પહેલાં પણ પૃથ્વી પર પડી ચુક્યાં છે સ્પેસ સ્ટેશન

      - તિયોંગોંગથી પહેલાં અનેક સ્પેસ સ્ટેશન પણ અનિયંત્રિત થઈને ધરતી પર ક્રેશ થઈ ચુક્યાં છે. સૌથી પહેલા હતું નાસાનું 85 ટનનું વજનવાળું સ્કાઈલેબ સ્પેસ સ્ટેશન જે જુલાઈ 1979માં હિંદ મહાસાગરમાં પડ્યું હતું. જેનો કેટલોક ભાગ ઓસ્ટ્રેલિયાના એરસ્પેંરેન્સ શહેરમાં પણ પડ્યો હતો. શહેરમાં ગંદગી ફેલાવવાના કારણે નાસા પર 400 ડોલર્સ (લગભગ 26 હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
      - આ ઉપરાંત ફેબ્રુઆરી 1991માં સોવિયેત યુનિયનનું 22 ટન વજનનું સેલ્યુત 7 પોતાની કક્ષા છોડીને ધરતી પર ક્રેશ થઈ ગયું હતું. જો કે સ્કાઈલેબ અને સેલ્યુત બંને જ્યારે અનિયંત્રિત થયું ત્યારે તેમાં કોઈ સવાર ન હતું.
      - 2001માં રશિયાના 140 ટન વજનના સ્પેસ સ્ટેશન મીર પોતાની કક્ષમાં અનિયંત્રિત થઈ ગયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ તેને બીજી વખત નિયંત્રિત કરી ક્રેશ કરાવ્યું હતું. 1986માં અંતરિક્ષમાં મોકલવામાં આવેલું મીર વિશ્વનું સૌથી પહેલું સ્થાયી સ્પેસ સ્ટેશન હતું.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • 29 સપ્ટેમ્બર, 2011નાં લોન્ચ થયું હતું ચીનનું સ્પેસ લેબ તિયોંગોંગ (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      29 સપ્ટેમ્બર, 2011નાં લોન્ચ થયું હતું ચીનનું સ્પેસ લેબ તિયોંગોંગ (ફાઈલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Chinease space lab Tiangong 1 fall crash on earth
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top