Divya Bhaskar

Home » International News » China » The US pushed for tougher sanctions on North Korea following military tests

નોર્થ કોરિયા દ્વારા UN પ્રતિબંધોનું ઉલ્લંઘન, 12,000 કરોડના મહેસૂલની વસૂલાત

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 01:52 PM

નોર્થ કોરિયાને પ્રતિબંધિત વસ્તુઓના નિકાસથી 2017માં અંદાજિત 20 કરોડ ડોલરનો મહેસૂલ વસૂલ કર્યો છે.

  • The US pushed for tougher sanctions on North Korea following military tests
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નોર્થ કોરિયા કોલસો, લોખંડ, સ્ટીલ અને અન્ય વસ્તુઓની નિકાસ કરીને યુનાઇટેડ સ્ટેટના પ્રતિબંધોના લીરેલીરા ઉડાવી રહ્યું છે. (ફાઇલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ જુલાઇ 2017માં નોર્થ કોરિયા દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલના પરીક્ષણ બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN)એ નોર્થ કોરિયા પર અનેક વસ્તુઓના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. નોર્થ કોરિયા કોલસો, લોખંડ, સ્ટીલ અને અન્ય વસ્તુઓની નિકાસ કરીને યુનાઇટેડ સ્ટેટના પ્રતિબંધોના લીરેલીરા ઉડાવી રહ્યું છે.


    2017માં અંદાજિત 20 કરોડ ડોલરનો મહેસૂલ


    - જુલાઇ 2017માં નોર્થ કોરિયા દ્વારા બે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલના પરીક્ષણ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ નોર્થ કોરિયા દ્વારા કેટલીક વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
    - નોર્થ કોરિયાને પ્રતિબંધિત વસ્તુઓના નિકાસથી 2017માં અંદાજિત 20 કરોડ ડોલરનો મહેસૂલ વસૂલ કર્યો છે.


    યુનાઇટેડ સ્ટેટ દ્વારા પુરાવાઓનો રિપોર્ટ


    - સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન) દ્વારા એક રિપોર્ટમાં આજે જણાવ્યા અનુસાર, સંસ્થાના નિષ્ણાતાઓ પેનલને બેલાસ્ટિક મિસાઇલ અને રાસાયણિક હથિયારના વિકાસ માટે નોર્થ કોરિયા દ્વારા સીરિયા અને મ્યાનમારની સાથે સૈન્ય સહયોગના પુરાવા મળ્યા છે.
    - નિષ્ણાતોના આ રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયા પ્રસ્તાવો હેઠળ પ્રતિબંધિત લગભગ તમામ વસ્તુઓની નિકાસ કરી રહ્યું છે. જેના કારણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2017ની વચ્ચે અંદાજિત 20 કરોડ ડોલર (12,000 કરોડ)નું મહેસૂલ મળ્યું છે.
    - રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અનેક ચાલાકીઓનો ઉપયોગ કરીને ચીન, મલેશિયા, સાઉથ કોરિયા, રશિયા અને વિયેતનામને જહાજથી કોલસો મોકલવામાં આવ્યો.
    - સિક્યોરિટી કાઉન્સિલે નોર્થ કોરિયાના સૈન્ય કાર્યક્રમને મળતા મહેસૂલ પર લગાવવા માટે ગયા વર્ષે અનેક પ્રતિબંધો લગાવ્યા હતા.

    સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • The US pushed for tougher sanctions on North Korea following military tests
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલના પરીક્ષણ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ નોર્થ કોરિયા દ્વારા કેટલીક વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો (ફાઇલ)
  • The US pushed for tougher sanctions on North Korea following military tests
    નોર્થ કોરિયાને પ્રતિબંધિત વસ્તુઓના નિકાસથી 2017માં અંદાજિત 20 કરોડ ડોલરનો મહેસૂલ વસૂલ કર્યો છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending